અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટનો હકારાત્મક અભિગમ સામે આવ્યો છે. જેલમાંથી હંગામી જામીન પર છૂટેલા કેદીને વધુ એક અઠવાડિયાની હાઇકોર્ટે રાહત આપી છે. ખાનગી શાળામાંથી એલ.સી. લઈને સરકારી શાળામાં બાળકને મુકવા માંગતા આરોપીને હાઇકોર્ટે રાહત આપી છે. ખાનગી શાળાની હેરાનગતિ બાબતે પણ કોર્ટમાં રજુઆત કરાઈ હતી.
આ અંગેની વિગતો એવી છે કે, કોઈ કેસમાં કેદી હંગામી જામીન પર છૂટ્યો હતો. જોકે, તેને વધુ એક અઠવાડિયાના જામીનની હાઈકોર્ટમાં માંગણી કરી હતી. તેણે બાળકને પ્રાઇવેટ સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં ટ્રાન્સફર કરવાની પ્રોસેસ માટે આ સમય માંગ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે માનવતા બતાવી હતી અને વધુ એક અઠવાડિયાની કેદીને રાહત આપી હતી.