અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટ ફીઝીકલ હિયરિંગ માટે શરૂ થશે. ૧૭ ઓગસ્ટથી કોર્ટ ફીઝીકલ હિયરિંગ માટે શરૂ થશે.. ફિઝિકલ ફંક્શન માટેની એસ.ઓ.પી. હાઇકોર્ટ ટૂંક સમયમાં જાહેર કરશે. ગત માર્ચ 2020થી હાઇકોર્ટ ફિઝિકલ યરીંગ માટે બંધ કરવામાં આવી હતી, કોરોનાને લગતા કેસોને જોતા વર્ચ્યુઅલ મોડમાં અદાલત ચાલી રહી હતી. 




આવતી કાલે અમદાવાદને મળશે મોટી ભેટ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે લોકાર્પણ


ગાંધીનગરઃ આવતી કાલે સરખેજ ગાંધીનગર હાઇવે પરના વધુ બે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વર્ચ્યુલ હાજરીમાં સરગાસણ અને ઘ 0 બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. ચિલોડા સરખેજ હાઈવર પરના 11 બ્રિજ પૈકી 5 બ્રિજનું લોકાર્પણ થઈ ચૂક્યું છે જેમાં વધુ 2 બ્રિજનું લોકાર્પણ થશે. રક્ષા શક્તિ યુનિવર્સીટીના ફલાય ઓવર માટે ખાત મુહર્ત પણ કરવામાં આવશે. આવતી કાલે 7 ઓગસ્ટમાં વિકાસ દિવસની ગાંધીનગરના મહાત્મા મંદિરથી ઉજવણી થશે.

રોજગાર દિવસની ઉજવણી : મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે 62 હજાર યુવકોને નિમણૂક પત્ર અપાયા


સુરતઃ આજે ગુજરાતની રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણીની ભાગ રૂપે સુરત ખાતે રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં આ ઉજવણી કરવામાં આવી હતી. સરસાણા ખાતે કન્વેન્શન સેન્ટરમાં વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ હાજર રહ્યા હતા. 


 


આજે રોજગાર મેળામાં મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે 62 હજાર યુવકોને રોજગાર નિમણૂક પત્ર અપાયા હતા. આ સમયે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, રોજગાર મેળવનાર 62 હજાર યુવકોને અભિનંદન આપું છું. આજે છઠ્ઠા દિવસે અમારું લક્ષ્યાંક હતું 50 હજાર યુવકોને મળે, ત્યારે 62 હજાર યુવકોને નોકરી મળી છે, તેથી ઉત્તમ શું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, અમે કહીએ છીએ એ કરીએ છીએ. અમે ખાલી લુખ્ખા વચન આપતા નથી. સીએમના હસ્તે અનુબંધમ રોજગાર નામની પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું. કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી નવનિર્મિત મેયર બંગલોની પણ મુલાકાત લેશે.


 


પાટીલે જણાવ્યું હતું કે, અન્ય રાજ્યમાંથી રોજગાર માટે લોકો ગુજરાત આવે છે. ગુજરાતે અન્ય પ્રાંતના લોકોને રોજગાર આપ્યો.   સરકારની અનેક યોજનાઓને કારણે રોજગારીની તકો વધી. સુરમતાં ડાયમંડ બુર્સને કારણે અનેક લોકોને રોજગારી મળશે. રાજ્યમાં સૌથી વધુ લોકો રોજગાર માટે આવી છે. દારૂબંધીને કારણે રાજ્યમાં શાંતિ અને તેના કારણે ઔદ્યોગિક વિકાસ થયો.  રોજગાર ક્ષેત્રે ગુજરાતનું ભવિષ્ય ઉજ્જવળ છે. ગુજરાતમાં કામદારોના અધિકારોનું રક્ષણ થયા છે. રાજગારીની તકો વધારવા જ નરેન્દ્રભાઈએ ગુજરાતમાં રોજગાર મેળા શરૂ કર્યા હતા.