Gujarat Monsoon: હવામાન વિભાગે આગામી 3 કલાક માટે વરસાદની આગાહી કરી છે. જે મુજબ  આગામી ત્રણ કલાકમાં અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, આણંદ, ભરૂચ, વલસાડ, દમણ, દાદરા નગર, સુરેન્દ્રનગર, કચ્છ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ભાવનગરમાં  ગાજવીજ સાથે છુટાછવાયા સામાન્ય વરસાદની આગાહી છે. જ્યારે મહેસાણા, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, અમરેલી, મોરબી, ગીર સોમનાથ , બોટાદ અને દિવમાં આગાહી છે.


અંબાલાલ પટેલે શું કર્યું આંકલન


રાજ્યમાં આજથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતાને લઈ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આંકલન કરતાં કહ્યું, 14થી 18 જુલાઈ સુધી મધ્ય ભારતમાં ભારે વરસાદની શક્યતા છે. આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. અમરેલી, ગીર સોમનાથ, જામનગરમાં વરસાદ વરસી શકે છે. સુરેન્દ્રનગર, રાજકોટ, ચોટીલામાં વરસાદ વરસી શકે છે. હળવદ, ધ્રાંગધ્રામાં અતિભારે વરસાદ વરસી શકે છે.  દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદ વરસી શકે છે.




77 તાલુકામાં મેઘમહેર


સવારના 10 વાગ્યા સુધીમાં 77 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જામનગર તાલુકામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ વરસ્યો છે. અમદાવાદના ધંધુકામાં સાડા ત્રણ ઈંચ, મહેસાણાના જોટાણામાં અઢી ઈંચ, મહેસાણા તાલુકામાં વસવા બે ઈંચ, ધોળકામાં બે ઈંચ, વિજયનગર, સુત્રાપાડા અને પલસાણામાં દોઢ ઈંચ, ડીસા, વિસનગર અને સિદ્ધપુરમાં સવા ઈંચ, મુન્દ્રા, જોડીયા, પાટણ-વેરાવળમાં એક ઈંચ, લીંબડી, જંબુસર, દસક્રોઈ, કચ્છના માંડવીમાં વરસ્યો પોણો પોણો ઈંચ અને પારડી, લાખણી, ચોટીલામાં અડધો અડધો ઈંચ વરસાદ પડ્યો છે.


આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી


ગુજરાતમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ હજુ પણ ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન અમદાવાદ સહિત ભરુચ, સુરત, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, દીવમાં તેમજ  બનાસકાંઠા, પાટણ, ડાંગ, નવસારી, તાપી બોટાદ, પોરબંદર અને રાજકોટ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે.




આજે ક્યાં ક્યાં ભારે વરસાદ પડશે


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવાર (7 જુલાઈ)ના રોજ કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર, પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય અન્ય રાજ્યોમાં આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા-ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ રાજસ્થાન, પૂર્વ મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે. અલગ-અલગ સ્થળોએ પણ થાય છે.


IMD અનુસાર, આગામી 24 કલાક દરમિયાન કેરળ, તટીય કર્ણાટક, ગુજરાત તેમજ પૂર્વોત્તર ભારત, ગંગાના પશ્ચિમ બંગાળ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, આંતરિક કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરમાં. હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial