હર્ષ સંઘવી આજે નાયબ મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળશે, સૌથી પહેલા આ મંત્રીએ સંભાળ્યો ચાર્જ
Gujarat New Cabinet: આજે ગુજરાતના રાજકારણમાં એક મહત્વનો દિવસ છે. આજે ભૂપેન્દ્ર પટેલ સરકારના નવનિયુક્ત મંત્રીઓ પદભાર સંભાળશે. આજે યુવા નેતા હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી તરીકે પોતાનો પદભાર સંભાળશે.

Gujarat New Cabinet: આજે ગુજરાતના રાજકારણમાં એક મહત્વનો દિવસ છે. આજે ભૂપેન્દ્ર પટેલ સરકારના નવનિયુક્ત મંત્રીઓ પદભાર સંભાળશે. આજે યુવા નેતા હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી તરીકે પોતાનો પદભાર સંભાળશે. તેઓ સવારે સાડા અગિયાર વાગ્યે (11:30 AM) સ્વર્ણિમ સંકુલ 1ના બીજા માળે આવેલા તેમના નવા કાર્યાલયમાં પદગ્રહણ કરશે.
આપનો સ્નેહ — મારી ઊર્જા છે. pic.twitter.com/9PaetDC9u9
— Harsh Sanghavi (@sanghaviharsh) October 18, 2025
હર્ષ સંઘવીના નવા કાર્યાલયને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ઋષિકેશ પટેલ અને રાઘવજી પટેલના કાર્યાલય નાયબ મુખ્યમંત્રી માટે ફાળવવામાં આવ્યા છે. સંઘવીને ગુજરાતના રાજકીય ઇતિહાસમાં સૌથી નાની વયે નાયબ મુખ્યમંત્રી બનવાનું સોભાગ્ય પ્રાપ્ત થયું છે. તેઓ 2012માં પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા અને આ તેમની વિધાનસભામાં ત્રીજી ટર્મ છે. ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે. આ ઉપરાંત ગૃહ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન તરીકે પણ પદ સંભાળ્યું છે. હર્ષ સંઘવી 2008માં યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી રહ્યા હતા. તેમજ 2011માં યુવા મોરચાના પ્રદેશ ઉપપ્રમુખની જવાબદારી નિભાવી હતી. 2013માં રાષ્ટ્રીય યુવા મોરચાના મહામંત્રી બન્યા હતા. 2014માં યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રહ્યા અને 2012માં માત્ર 27 વર્ષની ઉંમરે મજૂરાથી ધારાસભ્ય બન્યા હતા. તેમજ સતત 3 ટર્મથી જંગી બહુમતી સાથે જીતતા રહ્યાં છે.
ગૃહ અને પોલીસ હાઉસિંગ, જેલ, નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, સરહદી સુરક્ષા, નશાબંધી અને આબકારી, વાહન વ્યવહાર, કાયદો અને ન્યાયતંત્ર, રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગ, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રવાસ અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડયન વિભાગ.
અન્ય મંત્રીઓના પદભાર ગ્રહણનો કાર્યક્રમ:
કેબિનેટ મંત્રી નરેશ પટેલે સૌથી પહેલા પદભાર સંભાળ્યો છે. તેમણે આજે પોતાની ચેમ્બરમાં પૂજા-અર્ચના કરીને પદભાર સંભાળી લીધો છે. તેમની પાસે આદિજાતિ વિકાસ, કુટિર ઉદ્યોગ, ખાદી, ગ્રામદ્યોગ વિભાગ છે. પૂર્વ મંત્રી કુબેર ડિંડોર પણ ઉપસ્થિત રહ્યા હતા.
- કૌશિક વેકરિયા: સવારે 11:30 કલાકે પદભાર સંભાળશે.
- હર્ષ સંઘવી: 11:45 કલાકે પદભાર સંભાળશે.
- ઋષિકેશ પટેલ: બપોરે 12:00 કલાકે સ્વર્ણિમ સંકુલ-1માં પદભાર સંભાળશે.
- જીતુ વાઘાણી: બપોરે 12:00 કલાકે પદભાર સંભાળશે.
- પ્રફુલ પાનશેરિયા: બપોરે 12:39 કલાકે પદભાર સંભાળશે. તેમને આરોગ્ય વિભાગનો સ્વતંત્ર હવાલો સોંપાયો છે.
- પ્રદ્યુમન વાજા: તેઓ પણ આજે પદભાર સંભાળશે.





















