ગુજરાત સરકારના મંત્રીમંડળનું ચિત્ર થયું સ્પષ્ટ, જાણો કોણ બન્યું કેબિનેટ મંત્રી અને કોને મળી રાજ્યકક્ષાના મંત્રીની જવાબદારી
Gujarat New Cabinet: ગુજરાત સરકારના મંત્રીમંડળનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. આજે તમામ નવા મંત્રીઓએ શપથ લીધા છે. 26 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા છે. જેમાં હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે જ્યારે 9 ધારાસભ્યોને કેબીનેટ મિનિસ્ટર બનાવવામાં આવ્યા છે.

Gujarat New Cabinet: ગુજરાત સરકારના મંત્રીમંડળનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. આજે તમામ નવા મંત્રીઓએ શપથ લીધા છે. 26 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા છે. જેમાં હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે જ્યારે 9 ધારાસભ્યોને કેબીનેટ મિનિસ્ટર બનાવવામાં આવ્યા છે તો બીજી તરફ ઇશ્વર પટેલ, પ્રફુલ પાનસેરીયા અને મનિષા વકીલને રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો સોપવામાં આવ્યો છે. રિવાબા જાડેજા સહિત 13 ધારાસભ્યનો રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.
ભુપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી
હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રી
કેબિનેટ મંત્રી
- ઋષિકેશ પટેલ
- જીતુ વાઘાણી
- કનુભાઈ દેસાઈ
- કુંવરજી બાવળીયા
- નરેશ પટેલ
- અર્જુન મોઢવાડિયા
- પ્રદ્યુમન વાજા
- રમણ સોલંકી
રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલો
- ઇશ્વર પટેલ
- પ્રફુલ પાનસેરીયા
- મનિષા વકીલ
રાજ્યકક્ષાના મંત્રીઓ
- કાંતિ અમૃતિયા
- રમેશ કટારા
- દર્શના વાઘેલા
- પ્રવીણ માળી
- સ્વરૂપજી ઠાકોર
- જયરામ ગામીત
- રિવાબા જાડેજા
- પી સી બરંડા
- સંજય મહિડા
- કમલેશ પટેલ
- ત્રિકમ છાગા
- કૌશિક વેકરિયા
- પરસોત્તમ સોલંકી
સૌથી પહેલા હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી પદના લીધા શપથ હતા
ભૂપેન્દ્રભાઈ પટેલના નવા મંત્રી મંડળનો શપથ ગ્રહણ સમારોહમાં સૌથી પહેલા મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. અગાઉની સરકારમાં જૈન સમુદાયને મુખ્યમંત્રી પદ હતું અને પાટીદાર સમાજને નાયબ મુખ્યમંત્રી પદ હતું. આજે રચાયેલી સરકારમાં પાટીદાર સમુદાય મુખ્યમંત્રી અને જૈન સમુદાયને નાયબ મુખ્યમંત્રી પદ મળ્યું છે. હર્ષ સંઘવી ગુજરાતના ત્રીજા નાયબ મુખ્યમંત્રી બન્યા છે. પહેલા નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીન હતા. બીજા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ત્રીજા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બન્યા છે.
હર્ષ સંઘવીની રાજકીય સફર
સુરતના મજૂરાથી ધારાસભ્ય હર્ષ સંઘવી રાજ્યના સૌથી નાની વયના નાયબ મુખ્યમંત્રી હશે. છેલ્લી 3 ટર્મથી સુરતની મજૂરા બેઠકથી તેઓ ધારાસભ્ય છે. ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે. આ ઉપરાંત ગૃહ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન તરીકે પણ પદ સંભાળ્યું છે.
હર્ષ સંઘવી આ ઉપરાંત રમત ગમત, વાહન વ્યવહાર સહિતના ખાતાને સંભાળ્યા છે. હર્ષ સંઘવી 2008માં યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી રહ્યા હતા. તેમજ 2011માં યુવા મોરચાના પ્રદેશ ઉપપ્રમુખની જવાબદારી નિભાવી હતી. 2013માં રાષ્ટ્રીય યુવા મોરચાના મહામંત્રી બન્યા હતા. 2014માં યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રહ્યા અને 2012માં માત્ર 27 વર્ષની ઉંમરે મજૂરાથી ધારાસભ્ય બન્યા હતા. તેમજ સતત 3 ટર્મથી જંગી બહુમતી સાથે જીતતા રહ્યાં છે.




















