Ahmedabad Accident: રાજ્યમાં કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઇને રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. અમદાવાદ જેવા મેગા સિટીમાં હત્યા, ચોરી-લૂંટ અને અકસ્માતની ઘટનાને લઇને સરકાર લાલઘૂમ થઇ છે. આ સમગ્ર સ્થિતિનો તાગ મેળવવા માટે આજે ગૃહરા્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસના ઉચ્ચાધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. આ બેટકમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય હાજર રહ્યા હતા. ઉપરાંત, અમદાવાદનાં ઈન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરી અને DCP પણ હાજર રહ્યા હતા.


અમદાવાદમાં 'ડ્રિંક એન્ડ ડ્રાઇવ'ના કિસ્સા બાદ એલર્ટ 
સોમવારના રોજ શહેરના બોપલ આંબલી રૉડ પર એક નબીરો ડ્રીન્ક એન્ડ ડ્રાઇવ દરમિયાન પકડાયો હતો, તેને પોતાની ઔડી કારથી ચાર-પાંચ વાહનોને અડફેટે લીધા હતા. આ પછી પોલીસ તંત્ર અને કાયદો-વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા હતા. ખરેખરમાં આ ઘટનામાં રિપલ પંચાલ નામનાં શખ્સે દારૂનાં નશામાં ઔડી કારમાં ડ્રાઇવ કરીને પાંચ ગાડીઓને અડફેટે લીધી હતી અને ત્યાર બાદ સંતુલન ગુમાવી કારને ડિવાઇડર સાથે અથડાવી હતી, જ્યાં પાર્ક અનેક બાઇક અને ગાડીઓનો પણ કચ્ચરઘાણ વાળી નાખ્યો હતો. સ્થાનિકોનો આરોપ છે કે અકસ્માત સમયે રિપલ પંચાલ ચિક્કાર દારૂનાં નશામાં હતો. આ મામલે પોલીસે રિપલ પંચાલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


અમદાવાદમાં કાયદા વ્યવસ્થા અને પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા છે. ત્યારે આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મહત્ત્વની બેઠક યોજવામાં આવી છે. માહિતી અનુસાર, આ બેઠકમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય હાજર રહ્યા હતા. ઉપરાંત અમદાવાદનાં ઈન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરી અને અમદાવાદનાં તમામ DCP સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં શહેરની કાયદા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા અને ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઇસમો સામે ઝડપી અને કડક કાર્યવાહી કરવા સહિતનાં મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.


ઘટના સ્થળે હાજર વ્યક્તિએ જણાવ્યું કે, મારી કાર પણ અડફેટે લીધી હતી. બીજા વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું છે. 100થી વધુની સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો. આ નબીરાઓને જ્યાં સુધી સજા નહીં થાય ત્યાં સુધી સુધરવાના નથી. કાર અથડાઈ તે બાદ કારમાં બેઠા-બેઠા સ્મોકિંગ કરી રહ્યો હતો. કારમાંથી બહાર કાઢ્યો તો સ્પ્રે લગાવતો હતો. તે રસ્તા પર વાંકીચૂકી ગાડી ચલાવી રહ્યો હતો. મારી ગાડીને ટક્કર માર્યા પછી આગળ એક્ટિવા પર જતી યુવતીને ટક્કર મારી હતી. તે વ્યક્તિ નશામાં હતો. તે કોઇ અલગ પ્રકારનો સ્પ્રે પણ નાંખી રહ્યો હતો. અમે પોલીસને જાણ કરી હતી. પોલીસને ફોન કર્યો અને પોલીસ આવી ત્યાં સુધીમાં 40 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. આ દરમિયાન તેણે ફરી ગાડીને રેસ આપી અને અન્ય ત્રણ કારને નુકસાન પહોંચાડ્યું હતું. કેટલીક બાઇકને કચડી હતી. ભગવાનની દયા છે કે કોઇ જાનહાની થઇ નથી.


આ પણ વાંચો


Ahmedabad Crime: અમદાવાદ બન્યું ક્રાઈમ કેપિટલ, માત્ર 10 દિવસમાં 5 હત્યા, CPના સબ સલામતના પોકળ દાવા