શોધખોળ કરો

ગુજરાતના છ જિલ્લામાં માવઠાની આગાહી, અમદાવાદ સહિત અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો

Gujaraty Wweather Update: ગુજરાતમાં વહેલી સવારથી જ હવામાનમાં મોટો પલટો જોવા મળ્યો છે. રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડતાં શિયાળુ પાક અને કેરીના પાક પર જોખમ તોળાઈ રહ્યું છે.

Gujaraty Wweather Update: ગુજરાતમાં વહેલી સવારથી જ હવામાનમાં મોટો પલટો જોવા મળ્યો છે. રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડતાં શિયાળુ પાક અને કેરીના પાક પર જોખમ તોળાઈ રહ્યું છે. આ આકાશી આફતે ખાસ કરીને ખેડૂતો અને સવારના સમયે ઓફિસ જતાં નોકરીયાત વર્ગની મુશ્કેલીમાં વધારો કર્યો છે.

ગુજરાતમાં વહેલી સવારથી બદલાયેલા વાતાવરણ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટે રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠાની ગંભીર આગાહી કરવામાં આવી છે. આ આકાશી આફત અંતર્ગત અમદાવાદ અને ગાંધીનગર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, તાપી અને સુરતમાં પણ આગામી 3 કલાકમાં માવઠું પડવાની વકી છે. સૌરાષ્ટ્રના રાજકોટ અને જામનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ રહેવાની આગાહીને પગલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે.

રાજ્યના છ જિલ્લામાં માવઠાનું સંકટ

હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ અને મધ્ય ગુજરાતના છ જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ છવાયું છે. આ અણધાર્યા વરસાદને કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે, કારણ કે ઉભા પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

જિલ્લાવાર વરસાદની સ્થિતિ

  • નર્મદા જિલ્લો: રાજપીપળા, ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં માવઠું પડ્યું છે, જેનાથી ઉભા પાકને નુકસાન થવાની શક્યતા છે.
  • ગાંધીનગર: પાટનગરના ગ્રામ્ય વિસ્તારો સહિત કુડાસણ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા છે.
  • અમદાવાદ: અમદાવાદ શહેરમાં એસ.જી. હાઈવે સહિત અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી છાંટા પડ્યા હતા. આ બદલાયેલા વાતાવરણને કારણે સવારે ઓફિસ જતી વખતે નોકરીયાત વર્ગ મુશ્કેલીમાં મુકાયો હતો.
  • છોટાઉદેપુર: વહેલી સવારથી અહીં આકાશી આફત જેવો માહોલ છે. ખાસ કરીને કેરીના પાકમાં ભારે નુકસાન થવાની સંભાવનાને પગલે બાગાયતી ખેડૂતો ચિંતિત બન્યા છે.
  • ભરૂચ (અંકલેશ્વર): અંકલેશ્વર અને તેની આસપાસના વિસ્તારોમાં પણ માવઠું થતાં ખેતીના પાક પર ખતરો ઉભો થયો છે.

આજે 11 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

દેશના અનેક ભાગોમાં જ્યાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે, ત્યાં હવે અચાનક બદલાતા હવામાને લોકોની ચિંતા વધારી દીધી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી 24 કલાક દરમિયાન 11 રાજ્યોમાં વરસાદ અને જોરદાર પવનનું એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન કેટલાક સ્થળોએ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પાકને નુકસાન થઈ શકે તેમ હોવાથી ખેડૂતોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.                         

IMD મુજબ 23 ફેબ્રુઆરીથી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વી મધ્ય પ્રદેશ, મેઘાલય, આસામ, અરુણાચલ પ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ અને અંદામાન-નિકોબાર ટાપુઓમાં વરસાદની શક્યતા છે. અનેક જગ્યાએ ગાજવીજ અને વીજળી પડવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.            

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ટી-20 વર્લ્ડ કપ ફાઈનલ મેચનો ધમધમાટ, આ રસ્તા વાહન ચાલકો માટે બંધ, દર 7 મિનિટે મળશે મેટ્રો
અમદાવાદમાં ટી-20 વર્લ્ડ કપ ફાઈનલ મેચનો ધમધમાટ, આ રસ્તા વાહન ચાલકો માટે બંધ, દર 7 મિનિટે મળશે મેટ્રો
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
T20 World Cup Final: ક્રિકેટ ચાહકોને રેલવેની ભેટ, અમદાવાદમાં રમાનાર વર્લ્ડ કપ ફાઇનલ માટે દોડશે સ્પેશિયલ ટ્રેન
T20 World Cup Final: ક્રિકેટ ચાહકોને રેલવેની ભેટ, અમદાવાદમાં રમાનાર વર્લ્ડ કપ ફાઇનલ માટે દોડશે સ્પેશિયલ ટ્રેન
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
Advertisement

વિડિઓઝ

Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો
Himatnagar Looteri Dulhan : હિંમતનગરમાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન ગેંગ
Hun To Bolish : હું તો બોલીશ : તમાકુનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોની?
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી બહેનોનું દર્દ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારીની બદલી પર રાજનીતિ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટી-20 વર્લ્ડ કપ 2026: ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીત, ન્યૂઝીલેન્ડને 96 રનથી કચડ્યું
ટી-20 વર્લ્ડ કપ 2026: ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીત, ન્યૂઝીલેન્ડને 96 રનથી કચડ્યું
‘ચેમ્પિયન્સ!’ T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક વિજય બદલ PM મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા
‘ચેમ્પિયન્સ!’ T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક વિજય બદલ PM મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા
T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પર વરસ્યા કરોડો રૂપિયા, રનર્સઅપ ન્યૂઝીલેન્ડને પણ મળ્યું કરોડોનું ઈનામ
T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પર વરસ્યા કરોડો રૂપિયા, રનર્સઅપ ન્યૂઝીલેન્ડને પણ મળ્યું કરોડોનું ઈનામ
ટી 20 વર્લ્ડ કપ ફાઇનલ: ભારતની ભવ્ય જીત, આ 5 ખેલાડીઓએ ન્યૂઝીલેન્ડનો કચ્ચરઘાણ કાઢ્યો
ટી 20 વર્લ્ડ કપ ફાઇનલ: ભારતની ભવ્ય જીત, આ 5 ખેલાડીઓએ ન્યૂઝીલેન્ડનો કચ્ચરઘાણ કાઢ્યો
અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, ફાઇનલમાં 3 મોટા રેકોર્ડ તોડીને સૌથી ઝડપી અડધી સદી ફટકારી
અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, ફાઇનલમાં 3 મોટા રેકોર્ડ તોડીને સૌથી ઝડપી અડધી સદી ફટકારી
સંજુ સેમસને રચ્યો ઇતિહાસ: ફાઇનલમાં 89 રન ફટકારી વિરાટ કોહલીના મહાન રેકોર્ડની કરી બરાબરી
સંજુ સેમસને રચ્યો ઇતિહાસ: ફાઇનલમાં 89 રન ફટકારી વિરાટ કોહલીના મહાન રેકોર્ડની કરી બરાબરી
31 માર્ચ નજીક! ટેક્સ બચાવવા માટે આ 5 રોકાણ વિકલ્પો છે શ્રેષ્ઠ, જાણો કેવી રીતે મળશે લાભ
31 માર્ચ નજીક! ટેક્સ બચાવવા માટે આ 5 રોકાણ વિકલ્પો છે શ્રેષ્ઠ, જાણો કેવી રીતે મળશે લાભ
IND vs NZ: ફાઇનલમાં અભિષેક સંજુનું તોફાન, તોડ્યો 17 વર્ષ જૂનો રેકોર્ડ
IND vs NZ: ફાઇનલમાં અભિષેક સંજુનું તોફાન, તોડ્યો 17 વર્ષ જૂનો રેકોર્ડ
Embed widget