અમદાવાદ:  અમદાવાદ શહેરમાં આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.   ગાજવીજ સાથે આગામી 3 કલાકમાં  અમદાવાદ , આણંદ , સુરેન્દ્રનગર અને મોરબીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  પવનની ગતી 40 કિ.મી પ્રતિ કલાકની રહેશે. આજે બપોર બાદ અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો અને શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. 


હવામાન વિભાગ દ્વારા  પંચમહાલ , દાહોદ , ખેડા , વડોદરા , છોટાઉદેપુર , નર્મદા , ભરૂચ , સુરત , ડાંગ , તાપી , નવસારી , વલસાડ , દમણ,  દાદરા નગર , કચ્છ , પોરબંદર , જૂનાગઢ , અમરેલી , ભાવનગર , બોટાદ , ગીર સોમનાથ , દિવ , જામનગરમાં સામાન્યથી છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 


જ્યારે  બનાસકાંઠા , પાટણ , મહેસાણા , સાબરકાંઠા , ગાંધીનગર , અરવલ્લી , મહીસાગર , રાજકોટ અને દ્વારકામાં હવામાન વિભાગ દ્વારા સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.  


પાણી ભરાવવાના કારણે ટ્રાફિકજામની સમસ્યા


અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ છે.   પાણીમાં અનેક વાહનો ચાલકો અટવાયા હતા.  પાણી ભરાવવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા થઈ છે.  આંબાવાડી વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે.  માણેક બાગ વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.  ગટરોમાંથી પાણી બેક થવાની શરૂઆત થઈ છે.  પ્રથમ વરસાદમાં જ ગટરો ઉભરાવવાની સમસ્યાઓ સામે આવી છે.  શહેરના પોશ વિસ્તારની આવી સ્થિતિ થઈ છે. 


ઉસ્માનપુરામાં 3 વાગ્યા સુધીમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે.  ચાંદખેડા વિસ્તારમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. રાણીપ વિસ્તારમાં અડધો ઈંચ, સાયન્સ સિટી વિસ્તારમાં એક ઈંચ વરસાદ વરસ્યો છે.  ચાંદલોડિયામાં અડધો ઈંચ વરસાદ,  સરખેજ, મકતમપુરા વિસ્તારમાં પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો છે. અમદાવાદમાં 3 વાગ્યા સુધીમાં સરેરાશ પોણો ઈંચ વરસાદ વરસ્યો છે. 


પ્રથમ વરસાદે જ પ્રિમોન્સૂન પ્લાનનો સત્યાનાશ


30 મિનિટના વરસાદમાં અમદાવાદ પાણી પાણી થયું છે.  પ્રથમ વરસાદે જ પ્રિમોન્સૂન પ્લાનનો સત્યાનાશ થયો છે.  આંબાવાડી,પાલડી, એલીસબ્રિજ વિસ્તારમાં પાણી ભરાયા છે. હેલ્મેટ સર્કલ, એસજી હાઈવે પર સર્વિસ રોડ પર પાણી ભરાયા છે.   આંબાવાડીમાં પ્રિમોન્સૂન પ્લાનનો સત્યાનાશ થયો છે.  AMCનો પ્રિમોન્સૂન પ્લાન ઠેક ઠેકાણે પાણીમાં ડૂબ્યો છે. 


દર વર્ષની માફક આ વર્ષે પણ વેજલપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.  પ્રથમ વરસાદમાં જ મીઠાખળી અંડરપાસ બંધ કરવો પડ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ બાદ પણ પાણી રસ્તાઓ પર ભરેલા છે.


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial