Rain Forecast:  બિપરજોય વાવાઝોડાના પગલે રાજ્યભરમાં મેઘતાંડવ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી છે અને યલો એલર્ટ આપ્યું છે.


બિપરજોય વાવાઝોડાની અસરથી ગુજરાતભરમાં છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ મેઘતાંડવ જામ્યુ છે. હવામાન વિભાગે અમદાવાદ શહેર માટે આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે. 25 કિમીથી વધુની ગતિએ પવન ફૂંકાઈ શકે છે. વરસાદને લઇને શહેરમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે.વરસાદી વાવાવરણને પગલે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્યથી 7 ડિગ્રી ઘટીને 31.9 નોંધાયું છે.


બિપરજોય વાવાઝડાના કારણે અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો. આજે સવારથી ભારે પવન સાથે અમદાવાદના બોપલ, સેલા, ઇસ્કોન, પ્રહલાદનગર, સાઉથ બોપલ,શીલજ, સહિત અમદાવાદના મોટાભાગના શહેરમાં મેઘાંડબરના કારણે ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.હવામાન વિભાગે રાજ્યભરમાં  આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવન સાથે વરસાદ પડી શકે છે.


રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ


વાવાઝોડું હવે  ડિપ્રેશનમાં બદલાયું છે તો રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.  કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.  આજે સવાર બાદ કચ્છને રાહત મળી શકશે.  અમદાવાદમાં થન્ડરસ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદી માહોલ રહેશે. 


 હવામાન વિભાગ દ્વારા  કરવામાં આવેલી આગાહી મુજહ   કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી,  પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  પવનની ગતિ 41 થી 61 પ્રતિ કલાક રહેશે.  ગાજવીજ સાથે છુટાછવાયા વરસાદની અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે.  બનાસકાંઠા,  મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર,અમરેલી  જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, દિવ, મહીસાગર , પંચમહાલ, વડોદરા, સુરત , ડાંગ, ભરૂચ,રાજકોટ  નવસારી,વલસાડ , દમણ,  દાદારનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગે ગાંધીનગર અને અમદાવાદમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સિવાય સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.


 ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત,CM સાથે કચ્છમાં કરશે હવાઈ નિરિક્ષણ


કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે આવશે. અમિત શાહ દિલ્હીથી સીધા કચ્છના ભુજ ખાતે પહોંચશે. બિપરજોય વાવાઝોડાથી થયેલ નુકશાની અંગે સમીક્ષા કરશે ગૃહમંત્રી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ભુજમાં હાજર રહેશે. સંભવિત કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સાથે હવાઈ નિરીક્ષણ કરી નુકશાનીનો તાગ મેળવશે.