નોકરીના સમયે જ ધોધમાર વરસાદ પડતાં લોકોને મુશ્કેલીનો સમાનો કરવો પડ્યો હતો. ધોધમાર વરસાદના કારણે અમદાવાદમાં ઠંડક પ્રસરી ગઈ હતી જ્યારે લોકોએ વરસાદની મજા પણ માણી હતી. ભારે વરસાદના કારણે લોકો ભીંજાયા હતાં.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 24 કલાકમાં અમદાવાદ સહિત ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબકશે. આ ઉપરાંત આગામી 24 કલાકમાં 4 ઈંચ જેટલો વરસાદ પડે તેવી સંભાવના છે.
બંગાળની ખાડી અને તેને અડીને આવેલા ઉત્તરી ઓરિસ્સા, ઝારખંડ વિસ્તાર પર હાલ લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. આ લો-પ્રેશર સિસ્ટમ ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન થઈ ગુજરાત તરફ આગળ વધી રહી છે. આ સિસ્ટમ રવિવાર મોડી રાત બાદ ઉત્તર ગુજરાત પર સક્રિય થતાં સોમવારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા જોવા મળી રહી છે.