અમદાવાદ: ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં ભાગ લેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રવિવાર એટલે આજે અમદાવાદ આવી રહ્યાં છે. અમિત શાહ 23થી 25 ફેબ્રુઆરી આમ 3 દિવસ સુધી ગુજરાતમાં રોકાશે. સોમવારે ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમની કેવી તૈયારીઓ ચાલી રહી છે તેનું નિરીક્ષણ કરવા માટે અમિત શાહ મોટેરા સ્ટેડિયમની મુલાકાત પણ લેશે.


24 ફેબ્રુઆરી મોટેરા સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં ભાગ લીધા બાદ 25મીએ અમિત શાહ કે.પી.વિદ્યાર્થી ભવનના શિલાન્યાસના કાર્યક્રમમાં હાજરી આપવાના છે. જોકે, અમિત શાહની ગુજરાત મુલાકાતને લઈ હાલ પ્રદેશની પ્રમુખ અને સંગઠનના વિવિધ નિમણૂંકોને લઈ અટકળોની ચર્ચાઓ ચાલી રહી છે.

આ દરમિયાન શાહ સંગઠનના આગેવાનો સાથે રાજકીય પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ ઉપરાંત માર્ચના પહેલા અઠવાડિયામાં સંગઠનના હોદ્દાઓની નિમણૂંક થાય તેવી પણ સંભાવના છે.