Ahmedabad News:અમદાવાદ શહેરમાં એક જ રાત્રે બે અકસ્માતની ઘટના સામે આવી છે. એક રાણીપ ડી માર્ટ પાસે અને બીજી  જી .એસ.ટી બ્રિજ પાસે,. જી એસ ટી બ્રિજ પરના અકસ્માતમાં કારે એક્ટિવને ટક્કર મારી હતી,  જેમાં યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે. પૂરપાટ ઝડપે આવતી કારની ટક્કર એટલી ખતરનાક હતી કે, એક્ટિવાને ટક્કર લાગતા  એક્ટિવા ચાલક બ્રીજ કૂદીને નીચે પટકાયો હતો, યુવકને ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. મૃતકનું નામ  કિશનભાઇ હોવાનું જાણવા મળ્યું છે.  આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર પુરુષ અને સ્ત્રી દૂર ફંગોળાયા હતા, જેમાં એક્ટિવા ચાલક પુરુષ બ્રિજ પરથી નીચે પટકાતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાની વિગતો હાલ સામે આવી રહી છે. જે મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.તો બીજી તરફ બીજી અકસ્માતની ઘટનામાં રાણીપ ડિમાર્ટ પાસે પીકઅપ વાને v કારને ટક્કર મારી હતી. જેમાં  કારમાં સવાર એક વ્યક્તિને થઇ ઇજા પહોંચી છે. 

વડોદરામાં અકસ્માત બસના ડ્રાઇવરનું મોત

વડોદરામાં નેશનલ હાઈવે 48 બન્યો મોતનો હાઈવે સાબિત થઇ રહ્યો છે.  ગઈકાલ બાદ આજે ફરી અકસ્માતમાં એકનું મોત થયું છે.જ્યારે 20 લોકોને ઈજા પહોંચી છે...બામણગામ પાટીયા પાસે લકઝરી બસ આગળ જતી ટ્રકમાં ધડાકાભેર અથડાઇ હતી. અકસ્માતમાં ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે 20થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા. જેમાં 2 લોકોની હાલત વધુ ગંભીર છે.લકઝરી બસ અમરેલીથી સુરત તરફ જઈ રહી હતી. ટ્કરની ટક્કર એટલી ખતરનાક હતી કે,  બસનો આગળનો ભાગનો કૂચડો બોલી ગયો હતો. ફાયરની ટીમે લકઝરી બસનો આગળનો ભાગ કાપીને ડ્રાઈવરનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ગઈ કાલે પણ કરજણ-ધાવટ નજીક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો..જેમાં 2 લોકોના મોત થયા હતા.

Continues below advertisement

Continues below advertisement

સુરતના કામરેજમાં એસટી બસને નડ્યો અકસ્માત

સુરતના કામરેજમાં એસટી બસને શુક્રવારે  અકસ્માત નડ્યો હતો, કામરેજ હાઈવે પર નવી પારડી પાસે  દુર્ઘટના સર્જાઇ હતી. આ ઘટનામાં 6 લોકોને ઇજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત છ લોકોને સારવાર માટે  હોસ્પિટલ લઇ જવાયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. બ્રેક ફેલ થતા કન્ટેનર પાછળ બસ અથડાયાનું કારણ સામે આવ્યું છે. દુર્ઘટનાના પગલે પોલીસે ઘટના સ્થળે  પહોંચી  તપાસ શરૂ કરી છે.