તેમણે જણાવ્યું છે કે ચોમાસામાં 25 જેટલા અંડરબ્રિજમાં પાણી ભરાશે. જો કોઈ વાહનચાલક ત્યાં ફસાય, તો તેની જવાબદારી તેની પોતાની રહેશે અને AMC નો કોઈ વાંક ગણાશે નહીં.
અમદાવાદના 25 અંડરબ્રિજમાં ડૂબ્યા તો તમારી જ જવાબદારી: AMC કમિશનર ચેતવણી આપી છટક્યા
ahmedabad underbridge flooding: સ્માર્ટ સિટીની કડવી વાસ્તવિકતા, માત્ર 1 ઇંચ વરસાદમાં 25 અંડરબ્રિજ 'મોતના કૂવા' બનશે, લાખોનો ટેક્સ ઉઘરાવતા તંત્રે નાગરિકોને રામભરોસે છોડ્યા.

- અમદાવાદના ૨૫ અંડરબ્રિજમાં પાણી ભરાશે, જવાબદારી નાગરિકની રહેશે.
- મ્યુનિસિપલ કમિશનરની ચેતવણીથી લોકોમાં ભારે રોષ ભભૂક્યો છે.
- ફક્ત એક ઇંચ વરસાદમાં જ અંડરબ્રિજ જળબંબાકાર બની જાય છે.
- પાણી ઉલેચવામાં બે કલાક લાગે, ટ્રાફિક જામ સર્જાશે.
ahmedabad underbridge flooding: એક તરફ આપણું અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સના યજમાન બનવાના મોટા સપના જોઈ રહ્યું છે, તો બીજી તરફ ચોમાસાની શરૂઆતમાં જ સ્માર્ટ સિટીના તંત્રની પોલ ખૂલી ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ શહેરીજનોને એક ચોંકાવનારી ચેતવણી આપીને પોતાની જવાબદારીમાંથી સાવ હાથ ઊંચા કરી લીધા છે. તેમણે સ્પષ્ટ કહી દીધું છે કે, ચોમાસામાં શહેરના 25 જેટલા અંડરબ્રિજમાં પાણી ભરાશે અને જો તેમાં કોઈ વાહનચાલક પોતાનું વાહન નાખશે કે ડૂબી જશે, તો તેની સંપૂર્ણ જવાબદારી તે નાગરિકની પોતાની રહેશે, તેમાં મનપા (AMC) નો કોઈ જ વાંક ગણાશે નહીં.
માત્ર 1 ઇંચ વરસાદમાં જ સર્જાય છે જળબંબાકાર
શહેરમાં જ્યારે માત્ર 1 ઇંચ જેટલો સામાન્ય વરસાદ પડે છે, ત્યારે પણ આ 25 અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈને મોતના કૂવા સમાન બની જાય છે. મનપા તંત્રે અગાઉથી જ વાહનચાલકોને ચેતવણી આપીને ફરજ પૂરી કરી લીધી છે, પણ તેનાથી લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. અમદાવાદીઓ સીધો સવાલ પૂછી રહ્યા છે કે, જો કોર્પોરેશન પ્રજા પાસેથી સમયસર અને આકરો ટેક્સ વસૂલે છે, તો પછી ડ્રેનેજ સિસ્ટમ અને સુરક્ષા આપવાને બદલે જવાબદારીનો ટોપલો નાગરિકો પર જ કેમ ઢોળી રહ્યું છે?
પાણી ઉલેચવામાં લાગે છે 2 કલાકનો સમય
મોટાભાગે એવું જ બનતું હોય છે કે, અંડરબ્રિજમાં પાણી ભરાઈ જાય અને કોઈ વાહન ફસાયાની બૂમરાણ મચે, ત્યાર પછી જ તંત્ર જાગે છે અને બ્રિજ બંધ કરવા દોડે છે. પંપ લગાવીને બ્રિજનું પાણી ઉલેચવામાં 2 કલાકથી પણ વધુ સમય નીકળી જાય છે. આવી સ્થિતિમાં લોકોએ ઓવરબ્રિજ કે લાંબા વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા મજબૂર થવું પડશે. જો હજારો વાહનો એકસાથે ડાયવર્ટ થશે, તો વરસાદી માહોલમાં આખા શહેરમાં ટ્રાફિક જામની ભયંકર સ્થિતિ સર્જાશે તે નિશ્ચિત છે.
ચોમાસામાં શહેરના આ 25 અંડરબ્રિજ બનશે સૌથી વધુ જોખમી:
સ્ટેડિયમ અંડરબ્રિજ
ઉસ્માનપુરા અંડરબ્રિજ
અખબારનગર અંડરબ્રિજ
નિર્ણયનગર અંડરબ્રિજ
મણીનગર (દક્ષિણી) અંડરબ્રિજ
પરિમલ અંડરબ્રિજ
કુબેરનગર અંડરબ્રિજ
મીઠાખળી પેડેસ્ટ્રિયન (ગાંધીગ્રામ)
સિલ્વર સ્ટાર ચાર રસ્તા
આઈ.ઓ.સી. ચેનપુર ગામ પાસે
કાળીગામ ડેમુ અંડરબ્રિજ
ચેનપુર લેક અંડરબ્રિજ
ચાંદલોડિયા લેક અંડરબ્રિજ
અગિયારસ માતા મંદિર
ચેનપુર IOC અંડરબ્રિજ
વસ્ત્રાપુર ક્રોસિંગ
ચામુંડા ક્રોસિંગ
મકરબા ક્રોસિંગ
મકરબા લેક ક્રોસિંગ
ઉમા ભવાની અંડરબ્રિજ
આઈ.ઓ.સી. રોડ ચાંદખેડા
ડી-કેબિન અંડરબ્રિજ
જી.એસ.ટી. અંડરબ્રિજ (ન્યૂ રાણીપ)
જલારામ અંડરબ્રિજ (પાલડી)
કાળીગામ અંડરબ્રિજ
Frequently Asked Questions
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે અંડરબ્રિજ અંગે શું ચેતવણી આપી છે?
અમદાવાદમાં અંડરબ્રિજમાં પાણી ભરાવા પાછળનું મુખ્ય કારણ શું છે?
શહેરમાં માત્ર 1 ઇંચ જેટલો સામાન્ય વરસાદ પડે ત્યારે પણ 25 અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ જાય છે. આ મનપાની ડ્રેનેજ સિસ્ટમની નબળાઈ દર્શાવે છે.
અંડરબ્રિજમાં ભરાયેલા પાણીને ઉલેચવામાં કેટલો સમય લાગે છે?
મોટાભાગે વાહન ફસાયાની બૂમરાણ મચે ત્યારે જ તંત્ર જાગે છે. પંપ લગાવીને બ્રિજનું પાણી ઉલેચવામાં 2 કલાકથી પણ વધુ સમય નીકળી જાય છે.
અંડરબ્રિજમાં પાણી ભરાવાથી શહેરીજનોને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે?
લોકોને ઓવરબ્રિજ કે લાંબા વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા મજબૂર થવું પડે છે. હજારો વાહનોના ડાયવર્ટ થવાથી આખા શહેરમાં ભયંકર ટ્રાફિક જામ સર્જાય છે.
અમદાવાદમાં ચોમાસા દરમિયાન કેટલા અંડરબ્રિજ જોખમી બની શકે છે?
શહેરના 25 જેટલા અંડરબ્રિજ ચોમાસામાં પાણી ભરાવાને કારણે સૌથી વધુ જોખમી બની શકે છે, જેની યાદી લેખમાં આપેલી છે.






















