મેટ્રોપોલિટન કોર્ટે ભેળસેળીયા વેપારીઓ સામે કરી લાલ આંખ, વેપારીઓને સખત કેદની સજા
abpasmita.in | 30 Oct 2016 08:18 AM (IST)

અમદાવાદઃ મેટ્રોપોલિટન કોર્ટે ભેળસેળીયા વેપારીઓ સામે કડક વલણ દાખવ્યું છે. આ એક મહિનામાં મેટ્રોપોલિટન કોર્ટે ભેળસેળ કરનારા વેપારીઓ સામે કડક વલણ દાખવતા કુલ 16 કિસ્સાઓમાં વેપારીઓને સખત કેદની સજા ફટકારી છે. મેટ્રોપોલિટન કોર્ટે ઓક્ટોબર મહિનામાં નિર્ણિત કરેલા કેસોમાં કુલ 16 કેસોમાં વેપારીઓ સામે ઘી, સીંગતેલ, દૂધ, મીઠાની અને કેરીના રસમાં ભેળસેળના આરોપ સિદ્ધ થતા તમામ કેસોમાં વેપારીઓને છ મહિનાની સખત કેદ તેમજ દસ હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે. સુપ્રીમ કોર્ટના હુકમના આધારે કોર્ટે ભેળસેળને દાનવની સાથે સરખાવી છે. દિવાળીના તહેવારમાં વેપારીઓ મોટા પ્રમાણમાં ભેળશસેળ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે. વેપારી ખાદ્ય સમાગ્રીથી લઇને અનાજની વસ્તુમાં ભળસેળ કરતા હોય છે. ભળસેળ કરવાથી સામગ્રીની ગુણવત્તા ઓછી થાય છે. અને વેપારીને તેનો ફાયદો થાય છે. ત્યારે વેપારી સામે કડક વલણ દાખવીને કોર્ટે આ સજા સંભળાવી છે.