અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોનાનો આતંક યથાવત છે. અમદાવાદ શહેરમાં શુક્રવારે નવા 621 અને ગ્રામ્યમાં નવા આઠ પોઝિટીવ કેસ નોંધાયા છે. તો અમદાવાદ શહેરમાં શુક્રવારે 593 જ્યારે ગ્રામ્યમાં છ દર્દી કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા છે. વધુ ત્રણ દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા કુલ મૃત્યુઆંક 2362 પર પહોંચી ગયો છે.


અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યા 73 હજાર 875 પર પહોંચી છે. જ્યારે અત્યાર સુધીમાં 69 હજાર 342 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. અમદાવાદમાં કોરોનાને લઈને ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ છે. ખાનગી હોસ્પિટલોમાં દરરોજ 150થી વધુ દર્દીઓ સારવાર માટે દાખ થઈ રહ્યાં છે.


પરિસ્થિતિ એ આવી છે કે અમદાવાદ શહેરમાં કોરોનાની સારવાર કરતી 91 હોસ્પિટલો પૈકી 15 હોસ્પિટલોમાં જ બેડ ખાલી નથી. જ્યારે દસ એવી હોસ્પિટલ છે જેમાં માત્ર બે કે ચાર બેડ જ ખાલી છે. બે દિવસમાં ખાનગી હોસ્પિટલોમાં 57 દર્દીઓ વેંટીલેટર પર રાખવાની ફરજ પડી છે. કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારીને ચાર હજાર કરવામાં આવશે.


નોંધનીય છે કે, રાજ્યમાં ગઈકાલે કોરોના વાયરસના  (Coronavirus)અત્યાર સુધીના સૌથી વધુ 2640  કેસ નોંધાયા હતા.  જ્યારે વધુ 11 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં છે.  રાજ્યમાં આજે  2066 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં અત્યાર સુધી 2,94,650 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.


એક્ટિવ કેસ 13 હજારને પાર


રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 13 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 13559 પર પહોંચ્યા છે. જેમાંથી 158 લોકો વેન્ટિલેટર પર અને 13401 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.21  ટકા છે.


કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?


આજે અમદાવાદ કોર્પોરેશન (AMC)માં 3,  રાજકોટ  કોર્પોરેશન(RMC)માં 3, સુરત કોર્પોરેશનમાં 3, ભરૂચ 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મોત સાથે કુલ 11  લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4539  લોકોના કોરોનાથી મોત થઈ ચુક્યા છે.


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


અમદાવાદ કોર્પોરેશનમાં 621, સુરત કોર્પોરેશનમાં 506, વડોદરા કોર્પોરેશનમાં 322, રાજકોટ  કોર્પોરેશનમાં 262, સુરત 138, વડોદરા 53, રાજકોટ 45, ભાવનગર કોર્પોરેશન-43, મહેસાણા-43, પાટણ 42,  મહીસાગર-38, જામનગર કોર્પોરેશન -33,  ખેડા-32, બનાસકાંઠા 30, ગાંધીનગર 29, જામનગર 27, પંચમહાલ 27, ગાંધીનગર કોર્પોરેશન 26, કચ્છ 25, દાહોદ 24, નર્મદા 23, આણંદ 22,  મોરબી-22,  અમરેલી-21,  વલસાડ-21, સુરેન્દ્રનગર-19,  ભાવનગરમાં 17, સાબરકાંઠા 17, ભરૂચ 16 કેસ નોંધાયા હતા.


કેટલા લોકો ડિસ્ચાર્જ થયા ?


રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 2066 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,94,650 છે.