ISKCON Bridge Accident: ઈસ્કોન બ્રિજ અકસ્માત મામલે આજે આરોપી તથ્ય પટેલ અને તેમના પિતાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોંર્ટે તથ્ય પટેલને 3 દિવસના રિમાન્ડ પર મોકલ્યો છે જ્યારે તેમના પિતાને 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. તો બીજી તરફ આ અંગે ટ્રાફિક DCP નીતા દેસાઈએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
તથ્ય પટેલનો આલ્કોહોલ રિપોર્ટ નેવેટિવ
તેમણે કહ્યું કે, 20 જુલાઈના રોજ અકસ્માત કરનારને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માગવામાં આવ્યા છે. અમારી તપાસ હજી અધૂરી છે. તથ્ય પટેલ 20 તારીખના અકસ્માત પહેલા 19 જુલાઈએ તેઓ ક્યાં ગયા હતા કોની સાથે ગયા હતા, શું પ્રવૃત્તિ કરી હતી? તેની તપાસ કરવામાં આવશે. તથ્ય પટેલ જવાબ આપવામાં કચવાટ કરી રહ્યો છે. તેની સ્પીડ અંગે સતત સવાલ પૂછ્યા બાદ તે જવાબ આપી શક્યો નથી. ખરેખર તેની કારની સ્પીડ કેટલી છે તે જાણવાનું બાકી છે.
ઇસ્કોન બ્રિજ ઉપર જે ગાડી ટકરાઈ તેમાં મસ્તી ચાલુ હતી કે શું પ્રવૃત્તિ હતી તે અંગે તપાસ બાકી છે. સ્ટંટ કરવાની વૃત્તિ ભૂતકાળમાં ક્યાંય કરી હોય કે પછી અકસ્માત કર્યો હોય કે નહીં તે વિગત જાણવાની બાકી છે. તથ્યના વિડીયો વાયરલ થવા મામલે તેમણે કહ્યું કે, પોલીસ આગળ 120ની સ્પીડ અંગે સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. જે પણ મીડિયાના મિત્રને આ નિવેદન અપાયું હોય તો અમારી વિનંતી છે કે મીડિયા સહકાર આપીને એ નિવેદન અમારા સુધી પહોંચાડે. અમારો મેડિકલ રિપોર્ટ આવ્યો છે જેમાં એક પણ વ્યક્તિઓએ આલ્કોહોલ લીધું નથી.
મેડિકલ રિપોર્ટમાં પણ એવી કોઈ ઇજા નથી કે તેને તકલીફ થાય. તથ્ય પટેલ જ્યારે અકસ્માતની ઘટના બની ત્યારે ડ્રાઇવિંગ સીટ ઉપર હતો અને એરબેગ ખુલી હતી. તથ્ય પટેલને માથાના ભાગે અને ખભાના ભાગે ઈજા પહોચી છે. ટોળાએ ધક્કામુક્કી કરી અને તેના કારણે તથ્ય પટેલને ફરિયાદ હતી. માથામાં ટાંકા આવ્યા છે. સિટીસ્કેન કરાવવામાં આવ્યું છે. સિમ્સ હોસ્પિટલમાં અને સિવિલ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી છે.
તથ્ય ઘટના બાદ ડઘાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. અમારી તપાસ લાંબી ચાલી હોવાથી રિમાન્ડ માંગવામાં આવ્યા છે. કોઈ પણ વ્યક્તિના ફોન અંગે ચકાસણી થઈ શકતી નથી. અમે FSL માં તમામ ફોન મોકલવાના છીએ. ભૂતકાળમાં કોઈ પણ અકસ્માત કે રેસ લગાવી હોય તે અંગે FSL ને ફોન મોકલ્યા બાદ આગળ કાર્યવાહી કરાશે. ડ્રગ્ઝ અંગેનો રિપોર્ટ હજી આવવાનો બાકી છે. મોટાભાગના રિપોર્ટ પૂર્ણ થઈ ગયા છે. ડ્રગઝ,DNA સહિત રિપોર્ટ આવવાના બાકી છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial