National Herald Case: હાલમાં દિલ્હીની ઈડી ઓફીસ ખાતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પૂછપરછ ચાલી રહી છે તો બીજી તરફ દેશભરમાં ઈડી ઓફીસ બહાર કોંગ્રેસના કાર્યકરો વિરોધ નોંધાવી રહી છે. ગુજરાત કોંગ્રેસે પણ જીએમડીસી ગ્રાઉન્ડથી ઈડી ઓફીસ સુધી પદયાત્રા કરી ધરણાનું આયોજન કર્યું છે. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી RSSના મૂળમાં મીઠું ભરે છે. ભાજપે રાહુલ ગાંધી પર હાથ નાખીને ભૂલ કરી છે. ભાજપની 7 પેઢીને અમે ઓળખીએ છીએ. ભાજપે જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધીને ઓળખ્યા નહિ.


 



આ ઉપરાંત વિધાનસભામાં નેતા વિપક્ષ સુખરામ રાઠવાએ પણ ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, બે ગુજરાતીઓએ દેશને આઝાદી અપાવી. બે ગુજરાતી દેશની અસ્કયામતો વેચી રહ્યા છે. બે ગુજરાતીઓ તે અસ્કયામતો ખરીદી રહ્યા છે. ભાજપના નેતાઓ પરાણે વલ્લભભાઈને સરદાર સાહેબ કહે છે. સરદાર સાહેબ ના કહે તો પાટીદાર સમાજ નારાજ થઇ જાય. બાકી ભાજપવાળા કહેવાનું બાકી નહિ રાખે કે આરએસએસ એ આઝાદી અપાવી.


રાહુલ ગાંધીની ED એ શરૂ કરી પૂછપરછ, વિરોધ કરતાં કોંગ્રેસના નેતાઓની કરવામાં આવી અટકાયત





સૂત્રોના જણાવ્યા અનુસાર EDએ રાહુલ ગાંધીની પૂછપરછ શરૂ કરી દીધી છે. પ્રશ્નોના પહેલા જથ્થામાં EDએ રાહુલ ગાંધીને પૂછ્યું કે તમારા કેટલા બેંક ખાતા છે? કઈ બેંકમાં તમારા ખાતા છે? શું તમારું વિદેશમાં કોઈ બેંક ખાતું છે? જો હા, તો તેના વિશે માહિતી આપો.. તમારી મિલકત ક્યાં છે? શું વિદેશમાં પણ મિલકતો છે? જો હા તો તેમની વિગતો આપો.




રણદીપ સુરજેવાલાને કસ્ટડીમાં લેવાયા

કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.  સુરજેવાલા સહિત કોંગ્રેસના ઘણા મોટા નેતાઓ સમર્થનમાં પ્રદર્શન કરી રહ્યા હતા. કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓની વિવિધ રાજયમાં અટકાયત કરવામાં આવી છે.







રાહુલ ગાંધીની પદયાત્રા અટકાવાઈ

નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓફિસ સમક્ષ હાજર થવા માટે કૂચ કરતા જોવા મળ્યા હતા, ત્યારબાદ હવે તેમને રોકી દેવામાં આવ્યા છે.



 



યે રાહુલ ગાંધી હૈ, ઝુકેગા નહી

રાહુલની તસવીર સાથેના આ પોસ્ટરમાં લખ્યું છે- યે રાહુલ ગાંધી હૈ, ઝુકેગા નહી. કોંગ્રેસ કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શનને કારણે કોંગ્રેસના ઘણા કાર્યકરો અને નેતાઓની અટકાયત પણ કરવામાં આવી છે.






શાંતિપૂર્ણ વિરોધ રેલી કાઢવામાં ખોટું શું છે? - અશોક ગેહલોત

કોંગ્રેસના નેતા અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે કહ્યું કે, શાસક સરકાર દ્વારા કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગ સામે શાંતિપૂર્ણ વિરોધ માર્ચ કાઢવામાં ખોટું શું છે?