Morbi Bridge Tragedy:  મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસ મામલે આજે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આરોપી જયસુખ પટેલની દિવાળી જેલમાં જ વિતશે. ગુજરાત હાઈકોર્ટે જામીન અરજીની સુનાવણી દિવાળી વેકેશન બાદ નિયત કરી છે. તમને જણાવી દઈએ કે, જયસુખ પટેલના વકીલ દ્વારા એવી માગ કરવામાં આવી હતી કે, જ્યાં સુધી જયસુખ પટેલને નિયમિત જામીન ન મળે ત્યાં સુધી હંગામી જામીન આપવામાં આવે. જો કે, આ અરજીનો મૃતકોના પરિજનોએ વિરોધ કર્યો હતો.


 



આમ ઓરેવા કંપનીના સંચાલક અને કેસમાં આરોપી જયસુખ પટેલની દિવાળી હવે જેલમાં જ જશે. હાઇકોર્ટે જયસુખ પટેલની હંગામી જામીન અરજી અને નિયમિત જામીન અરજીની સુનાવણી દિવાળી વેકેશન બાદ નિયત કરી છે. તમને જણાવી દઈએ કે, મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. 


કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલીત કગથરા, લિલત વસોયા અને ધારાસભ્ય કિરીટ પટેલ નવા આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યાં છે. તેમણે મોરબી બ્રિજ દુર્ઘટનામાં અધિકારીઓને બચાવવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલને ખોટી રીતે હેરાન કરાતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. સાથે જ મોરબી કલેક્ટર, નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ કાર્યવાહીની માગ કરવામાં આવી છે. આ મામલે લલિત કગથરાએ કહ્યું કે, દુર્ઘટનાના SIT રિપોર્ટ એક તરફી છે. જેમાં અધિકારીઓને બચાવવા કોંટ્રાક્ટરોને હેરાન કરવામાં આવી રહ્યા છે. SITએ માત્ર એક તરફી તપાસ કરી હોય તેવું લાગી રહ્યું છે. સાચી તપાસ કેમ નથી થઈ રહી તે સવાલ છે. જો સાચી તપાસ નહીં થાય તો આંદોલન કરવામાં આવશે. તમામ પાટીદાર સંસ્થાના વડીલોને મળીને આ મુદ્દે ચર્ચા કરીશું.


લલીદ કગથરાએ કહ્યું કે, પ્રેવા કંપનીએ કરારનું 100 ટકા પાલન થયું તો જયસુખ પટેલ કેવી રીતે દોશી ગણી શકાય. કલેકટરની સૂચના મુજબ એગ્રીમેન્ટના મુદ્દા નક્કી થયા હતા. મોરબી કલેકટર અને નગરપાલિકા પણ આ ગુના માટે જવાબદાર ગણાય. એગ્રીમેન્ટ ડ્રાફ્ટ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા તૈયાર કરાયો હતો, જેમાં બધા સહમત હતાં. સીટના રિપોર્ટ પ્રમાણે ફક્ત એરેવા બધી બાબતો માટે જવાબદાર કેમ? એગ્રીમેંટ મુજબ કલેકટર અને મોરબી નગરપાલિકા જવાબદાર કેમ નહિ?  ચૂંટણીનું વર્ષ હોવાથી સરકારે કંપનીના માલિકની ધરપકડ કરી છે. પોતાના ઉપર ના આવે એટલે સરકારી અધિકારીઓને બચાવ્યા છે. અગાઉ 2 વખત પુલનું સમારકામ કરાવ્યું ત્યારે તે કંપનીઓ પાસે પણ અનુભવ ના હતો છે. SITએ એકતરફી તપાસ કરી હોય તેવું લાગે છે. SOPમા ના હતા તેવા મુદ્દાની તપાસ SITએ કરી છે. ઑરેવા ગ્રુપ વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલું છે. ઓરેવા ગ્રુપમાં સહકારથી ચૂંટાયેલા લોકો પણ આજે તેની સાથે નથી. ચૂંટણીના કારણે ઓરેવા ગૃપને હોળીનું નારિયેળ બનવવામાં આવ્યું છે. સરકાર તટસ્થ તપાસ કરે નહિ તો આંદોલન કરીશું. પાટીદારની ધાર્મિક સંસ્થાઓના આગેવાનોનું માર્ગદર્શન મેળવી આંદોલન કરીશું.


પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મુદ્દે sitના રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યા છે. લલિત વસોયાએ કહ્યું કે, સરકારે જયસુખભાઇ સામે લગાવેલા ચાર્જ કલેકટર ઉપર પણ લાગવા જોઈએ. નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સામે પણ પગલાં લેવા જોઈએ. ચૂંટણીના કારણે જયસુખભાઇને બલિનો બકરો બનાવવામાં આવ્યા છે. આગામી એક મહિનામાં મોરબી અથવા રાજકોટ ખાતે બેઠક મળશે. પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થાઓના વડીલોને પણ સાથે રાખીશું. આંદોલનની રણનીતિ ઘડી રણશિંગુ ફૂકવામાં આવશે. લલિત કગથરાએ કહ્યું કે, આ મારા ત્રણ લોકોના મુદ્દા છે, આ કોંગ્રેસનું સ્ટેન્ડ નથી. પોલીસે અત્યારસુધી કલેકટરને એક પણ પ્રશ્ન પૂછ્યો નથી. સરકારનું નીચું ના દેખાય તે માટે જયસુખભાઇને હોળીનું નારિયેળ બનવાયા છે.