Ahnedabad: વર્તમાન સમયમાં જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થયો છે તેમ તેમ ગુનાના પ્રકારો પણ બદલાયા છે. જેમ ચોરી કે લૂંટફાટ દ્વારા લોકો પાસેથી પૈસા પડાવી લેવામાં આવે છે તેમ આજના ટેકનોલોજીના યુગમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકો પાસેથી પૈસા પડાવવામાં આવે છે.

આ મોડેસ ઓપરેન્ડીમાં ડિજિટલ એરેસ્ટના કિસ્સા દિવસેને દિવસે વધી રહ્યા છે. ડિજિટલ એરેસ્ટ દ્વારા નકલી પોલીસ બનીને લોકોને શિકાર બનાવવામાં આવે છે. આવા જ એક ડિજિટલ એરેસ્ટના ગુનાનો ભાંડાફોડ કર્યો છે કાગડાપીઠ પોલેસે.

આ અંગે વિગતે વાત કરીએ તો, અજાણ્યા વ્યક્તિએ ફરિયાદીને ફોન કરીને કહ્યું કે હું મુંબઈ પોલીસમાંથી બોલું છું. તમને એરેસ્ટ કરવામાં આવે છે. તમારા આધાર કાર્ડનો ઉપયોગ કર્ણાટક તમિલનાડુ અને કેરળમાં થયો છે. તમે આતંકવાદી પ્રવૃતિ સાથે સંકળાયેલા છો. અમારી ટીમ તમને લેવા માટે રવાના થઈ છે ત્યાં સુધી તમો આ વાતની જાણ કોઈને કરતા નહીં અને જો તમારે એરેસ્ટ ન થવું હોય તો અમે કહીએ તે રીતે ₹3,00,000 અમને મોકલી આપો તેમ કહી ફરિયાદીને ડરાવી છેતરપીંડી કરીને નાણા મેળવી લીધા હતા.

જે બાદ  સાયબર ફ્રોડનો ગુનો આચરેલ હોય આ કામે ટેકનીકલ તથા હ્મમુન રીસોર્સીસ ના માધ્યમથી આરોપીઓને ઉપરોક્ત ગુનાના કામે અટક કરી ગુનાનો ભેદ ઉકેલી ગુનો ડીટેક્ટ કરી સારી કામગીરી કરેલ છે. જે બાદ નાગરીકો સાથે સાયબર ઓનલાઇન ફ્રોડ કરતા આરોપીને પકડી પાડવા સિનિયર પોલીસ ઈન્સપેકટર એસ.એ.ગોહિલ તથા સે. પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ કાગડાપીઠ પોલીસે ઉત્તમ કામગીરી કરી આરોપીને ઝડપી પાડ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓના અંગે વાત કરીએ તો, શ્રવણ રણછોડભાઇ સાગરા (ઉ.વ.૩૨) જે રાણીમાં રહે છે અને તેમનું મુળ વતન જાલોર, રાજસ્થાન છે. જ્યારે બીજા આરોપીનું નામ વિવેક ઉર્ફે કોકો રાઠોડ (ઉ.વ.૨૧) છે. તે ગુજરાત હાઉસિંગ બોર્ડ દિગ્વિજય ફેટકરની સામે રાણીપ ખાતે રહે છે. તેનું મુળ વતન લિબોઈ, સાબરકાંઠા છે.

તો બીજી તરફ પોલીસે એમ પણ જણાવ્યું છે કે,  કોઈપણ અજાણ્યા નંબર ઉપરથી પોલીસ તરીકે જો તમને કોઈ ડોક્યૂમેન્ટ મોકલવામાં આવે અથવા તો એરેસ્ટ કરવામાં આવે તો તુરંત જ નજીકના પોલીસ  સ્ટેશનનો સંપર્ક કરવો. મોબાઇલ ફોન/વિડીયો કોલ ઉપર કોઈનેએરેસ્ટ કરી શકાતા નથી.