શોધખોળ કરો

Ahmedabad :  20 લાખના દાગીના સાથેનું ગુમ પર્સ કાગઠાપીઠ પોલીસે મહિલાને ગણતરીની કલાકોમાં પરત આપ્યું

અમદાવાદ શહેર પોલીસે "પોલીસ પ્રજાનો મિત્ર છે" ના સૂત્રને સાર્થક કરતા સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

અમદાવાદ : અમદાવાદ શહેર પોલીસે "પોલીસ પ્રજાનો મિત્ર છે" ના સૂત્રને સાર્થક કરતા સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કાગઠાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં  તારીખ 12 મેના રોજ મંજુબેન નરેશકુમાર ચૌધરી (રહે. રાજસ્થાન) અને તેમના મિત્ર દિનેશકુમાર ભોલારામ ચૌધરી રાજસ્થાનથી ખાનગી બસ દ્વારા અમદાવાદ મેમ્કો ખાતે આવ્યા હતા.  ત્યાંથી તેઓ રિક્ષા દ્વારા કાલુપુર અને ત્યારબાદ બીજી રિક્ષા કરી ગીતામંદિર એસ.ટી. બસ સ્ટેન્ડ પહોંચ્યા હતા. આ મુસાફરી દરમિયાન તેઓ પોતાનું લેડીઝ પર્સ ભૂલથી રિક્ષામાં જ ભૂલી ગયા હતા, જેમાં નીચે મુજબનો કિંમતી સામાન હતો:

  • સોનાના દાગીના: 13 તોલા   
  • ચાંદીના દાગીના: 1 કિલો   
  • રોકડ: રૂ. 5,000/-
      
  • કુલ અંદાજિત કિંમત: રૂ. 20,00,000/-

આ અંગેની જાણ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. કાગડાપીઠ પોલીસની ટીમે સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન સોર્સિસના આધારે તપાસ હાથ ધરી હતી. 

પોલીસની ઝડપી કાર્યવાહી

પોલીસ કમિશનર  તથા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ.ગોહિલ અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર  એસ.એસ.સોલંકીની સૂચનાથી સર્વેલન્સ સ્કોર્ડની ટીમ કામે લાગી હતી.  પો.સ.ઇ. જે.આર.બલાત અને તેમની ટીમે સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન સોર્સિસના આધારે તપાસ કરી અરજદાર જે રિક્ષામાં બેઠા હતા તેનો નંબર મેળવી કાઢ્યો હતો. પોલીસે ગણતરીના સમયમાં રિક્ષા શોધી કાઢી તેમાંથી પર્સ અને તમામ કિંમતી મુદ્દામાલ મેળવી અરજદારને સુપરત કર્યો હતો.

આ સરાહનીય કામગીરી કરનાર પોલીસની ટીમ

(1) પો.સ.ઇ. જે.આર.બલાત
(2) અ. હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ અજીતસિંહ
(3) અ. હેડ કોન્સ્ટેબલ કલ્પેશકુમાર કાનજીભાઈ
(4) અ.પો.કો. ગોવિંદસિંહ દિલીપસિંહ
(5) અ.પો.કો. કુલદીપસિંહ વનરાજસિંહ
(6) અ.પો.કો.  દિવ્યરાજસિંહ પ્રતાપસિંહ
(7) અ.પો.કો.  રવિરાજસિંહ ચતુરસિંહ
(8) અ.પો.કો. જયકિશનસિંહ મજબૂતસિંહ
(9) અ.પો.કો. મહેશકુમાર હેમતસંગ
(10)વુ.પો.કો. પુજાબેન પ્રમોદભાઈ 

અમદાવાદ શહેર પોલીસે ઝડપી કામગીરી કરી પ્રજા પ્રત્યેની પોતાની સુરક્ષા અને સેવાની પ્રતિબદ્ધતા સાબિત કરી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાં શુદ્ધ ઘીના નામે ઝેર વેચવાનું કૌભાંડ, ત્રણ સ્થળેથી ₹31 લાખનું 4,850 કિલો શંકાસ્પદ ગાયનું ઘી જપ્ત
અમદાવાદમાં શુદ્ધ ઘીના નામે ઝેર વેચવાનું કૌભાંડ, ત્રણ સ્થળેથી ₹31 લાખનું 4,850 કિલો શંકાસ્પદ ગાયનું ઘી જપ્ત
અમદાવાદ: પોલીસને જોઈ ભાગવા જતા માથાભારે મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતા મોત
અમદાવાદ: પોલીસને જોઈ ભાગવા જતા માથાભારે મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતા મોત
સ્કૂલ ખૂલતા જ વાલીઓ પર મોંઘવારીનો માર! અમદાવાદમાં રિક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો
સ્કૂલ ખૂલતા જ વાલીઓ પર મોંઘવારીનો માર! અમદાવાદમાં રિક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો
અમદાવાદના 25 અંડરબ્રિજમાં ડૂબ્યા તો તમારી જ જવાબદારી: AMC કમિશનર ચેતવણી આપી છટક્યા
અમદાવાદના 25 અંડરબ્રિજમાં ડૂબ્યા તો તમારી જ જવાબદારી: AMC કમિશનર ચેતવણી આપી છટક્યા
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દર ચોમાસે કેમ ડૂબવાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : મોંઘવારીનો માર
Surat Demolition Mystery : સુરતના ભૂતિયા ડિમોલીશનને લઈ JCB ભાડે આપનારનો ચોંકાવનારો ખુલાસો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ રહેશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
Ambalal Patel Prediction on Monsoon : ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલ પટેલની નવી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીના રેકોર્ડની ઉજવણી! NDAની બેઠકમાં આજે રજૂ કરાશે અભિનંદન પ્રસ્તાવ
PM મોદીના રેકોર્ડની ઉજવણી! NDAની બેઠકમાં આજે રજૂ કરાશે અભિનંદન પ્રસ્તાવ
US Strike Iran: હેલિકોપ્ટર તોડ્યા બાદ અમેરિકાનો ઈરાન પર હુમલો, તહેરાનની બદલો લેવાની ધમકી
US Strike Iran: હેલિકોપ્ટર તોડ્યા બાદ અમેરિકાનો ઈરાન પર હુમલો, તહેરાનની બદલો લેવાની ધમકી
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત
નરેન્દ્ર મોદીએ તોડ્યો જવાહરલાલ નેહરુનો રેકોર્ડ, સળંગ 4399 દિવસો સુધી PM પદ પર રહીને રચ્યો ઈતિહાસ
નરેન્દ્ર મોદીએ તોડ્યો જવાહરલાલ નેહરુનો રેકોર્ડ, સળંગ 4399 દિવસો સુધી PM પદ પર રહીને રચ્યો ઈતિહાસ
વાહન ચાલકોને રાહત આપી શકે છે સરકાર, વારંવાર લાઇસન્સ રિન્યુ કરવાની ઝંઝટ થશે દૂર
વાહન ચાલકોને રાહત આપી શકે છે સરકાર, વારંવાર લાઇસન્સ રિન્યુ કરવાની ઝંઝટ થશે દૂર
Protest in PoK: PoKમાં શાહબાઝ-મુનીર વિરુદ્ધ બળવો, મુઝફ્ફરાબાદથી રાવલકોટ સુધી વિરોધ પ્રદર્શન
Protest in PoK: PoKમાં શાહબાઝ-મુનીર વિરુદ્ધ બળવો, મુઝફ્ફરાબાદથી રાવલકોટ સુધી વિરોધ પ્રદર્શન
₹40,000 કરોડનો મેગા પ્રોજેક્ટ: દરિયામાં 3 KM ઊંડેથી ભારત આવશે ગેસ, ચીન-પાક જોતા રહી જશે
₹40,000 કરોડનો મેગા પ્રોજેક્ટ: દરિયામાં 3 KM ઊંડેથી ભારત આવશે ગેસ, ચીન-પાક જોતા રહી જશે
એલન મસ્કને ભારતે આપ્યો ઝટકો, Starlinkની મંજૂરી પર લગાવી રોક
એલન મસ્કને ભારતે આપ્યો ઝટકો, Starlinkની મંજૂરી પર લગાવી રોક
Embed widget