શોધખોળ કરો

અમદાવાદના લાંભામાં અપક્ષ ઉમેદવાર કાળુ ભરવાડનો વિવાદ: 'પૈસા આપ્યા છતાં 17 જ મત મળ્યા'

મતદારોનો રોષ: 'તમારા પૈસા પાછા લઈ લો, નથી જોઈતા', ભારે વિરોધ થતાં નેતાજીએ ચાલતી પકડી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અપક્ષ ઉમેદવાર કાળુ ભરવાડે મતદારોને પૈસા આપવાની વાત સ્વીકારી.
  • મતદારોએ પૈસા પાછા આપી, ઉમેદવારનો ઉગ્ર વિરોધ કર્યો.
  • લોકોએ ગેરવર્તન અને ગાળો બોલવા બદલ રોષ વ્યક્ત કર્યો.
  • વિરોધ જોઈ ઉમેદવાર પૈસા લીધા વિના ત્યાંથી ભાગી ગયા.

Kalu Bharwad: અમદાવાદના લાંભા વિસ્તારમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા કાળુ ભરવાડનો એક વિવાદિત વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ ખુલ્લેઆમ સ્વીકારી રહ્યા છે કે તેમણે અગાઉની ચૂંટણીમાં મતો મેળવવા માટે અને મંદિર બનાવવા માટે પૈસા વહેંચ્યા હતા. જોકે, આ વખતે સ્થાનિક મતદારોએ તેમને બરાબરનો પાઠ ભણાવ્યો છે અને રોકડ રકમ મોઢા પર પરત આપીને તેમને પોતાના વિસ્તારમાંથી ભગાડી મૂક્યા છે. આ સમગ્ર ઘટના દર્શાવે છે કે હવે જાગૃત મતદારો ચૂંટણીમાં લાલચમાં આવવાને બદલે નેતાઓને રોકડા જવાબો આપી રહ્યા છે.

"પૈસા આપ્યા તોય 17 જ મત મળ્યા"

વાયરલ થઈ રહેલા વીડિયોની વિગતો મુજબ, લાંભા વોર્ડના અપક્ષ ઉમેદવાર કાળુ ભરવાડ જ્યારે પ્રચાર માટે નીકળ્યા ત્યારે મતદારો સાથે તેમની ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાતવાતમાં તેમણે જ કબૂલાત કરી લીધી કે ગત ચૂંટણીમાં પણ તેમણે લોકોને પૈસા આપ્યા હતા. તેમણે બળાપો કાઢતા કહ્યું કે, "પૈસા આપ્યા હોવા છતાં મને તે વખતે માત્ર 17 જ મત મળ્યા હતા." આ ઉપરાંત તેમણે મંદિર બનાવવા માટે પણ પોતે પૈસા આપ્યા હોવાનો સ્વીકાર કરીને લોકો પર અહેસાન જતાવવાનો પ્રયાસ કર્યો હતો.

મતદારોએ કહ્યું  પૈસા પાછા લઈ લો!

જોકે, આ વખતે સ્થાનિક લોકોનો મિજાજ કંઈક અલગ જ હતો. મતદારોએ કાળુ ભરવાડને ચોખ્ખું સંભળાવી દીધું કે, "અમને આપેલા તમારા પૈસા પરત લઈ લો, અમારે નથી જોઈતા." લોકોનો આક્ષેપ હતો કે કાળુ ભરવાડ સ્થાનિકો સાથે ગેરવર્તન કરે છે અને ગાળો બોલે છે. કેટલાક જાગૃત નાગરિકોએ તો એવો પણ દાવો કર્યો હતો કે નેતાજી જે ગાળો બોલે છે તેના ઓડિયો રેકોર્ડિંગ પણ તેમણે સાચવી રાખ્યા છે.

લોકોની વાત સાંભળ્યા વગર જ ભાગ્યા

લોકોનો આવો પ્રચંડ વિરોધ જોઈને કાળુ ભરવાડ સમજી ગયા હતા કે હવે અહીં દાળ ગળવાની નથી. લોકો તેમને આપેલા પૈસા પરત આપી રહ્યા હતા, પરંતુ કાળુ ભરવાડ લોકોની વાત સાંભળ્યા વગર અને પૈસા લીધા વિના જ ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કાળુ ભરવાડ અગાઉ પણ લાંભા વોર્ડમાંથી અપક્ષ તરીકે ચૂંટાઈ ચૂક્યા છે અને આ વખતે ફરી મેદાનમાં છે. પરંતુ, પોતાના જ વિસ્તારમાં થયેલા આ ઉગ્ર વિરોધને કારણે તેમના ચૂંટણી પ્રચાર પર હવે માઠી અસર પડી શકે છે. આ ઘટના સાબિત કરે છે કે હવે મતદારો પક્ષ કે ચહેરાને બદલે પાયાની સુવિધાઓ અને કામગીરીને વધુ મહત્વ આપી રહ્યા છે.

Frequently Asked Questions

કાળુ ભરવાડનો કયો વીડિયો વાયરલ થયો છે?

કાળુ ભરવાડનો એક વિવાદિત વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ અગાઉની ચૂંટણીમાં મત મેળવવા અને મંદિર બનાવવા માટે પૈસા વહેંચવાની કબૂલાત કરે છે.

કાળુ ભરવાડે ગત ચૂંટણીમાં પૈસા આપ્યા હોવા છતાં તેમને કેટલા મત મળ્યા હતા?

કાળુ ભરવાડે કબૂલ્યું હતું કે પૈસા આપ્યા હોવા છતાં તેમને ગત ચૂંટણીમાં માત્ર 17 મત મળ્યા હતા.

મતદારોએ કાળુ ભરવાડને પૈસા પાછા આપવાની વાત કેમ કરી?

સ્થાનિક મતદારોનો આરોપ હતો કે કાળુ ભરવાડ તેમની સાથે ગેરવર્તન કરે છે અને ગાળો બોલે છે, તેથી તેઓ તેમના પૈસા પરત લઈ લેવા કહ્યું.

આ ઘટના પરથી મતદારો વિશે શું જાણવા મળે છે?

આ ઘટના દર્શાવે છે કે હવે મતદારો લાલચમાં આવવાને બદલે નેતાઓને રોકડા જવાબો આપી રહ્યા છે અને પાયાની સુવિધાઓને વધુ મહત્વ આપી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad :  20 લાખના દાગીના સાથેનું ગુમ પર્સ કાગઠાપીઠ પોલીસે મહિલાને ગણતરીની કલાકોમાં પરત આપ્યું
Ahmedabad :  20 લાખના દાગીના સાથેનું ગુમ પર્સ કાગઠાપીઠ પોલીસે મહિલાને ગણતરીની કલાકોમાં પરત આપ્યું
લંડન જવાની ઘેલછા પડી ભારે: અમદાવાદનો પરિવાર વિદેશમાં બંધક, અપહરણકારોએ માગી 1.30 કરોડની ખંડણી
લંડન જવાની ઘેલછા પડી ભારે: અમદાવાદનો પરિવાર વિદેશમાં બંધક, અપહરણકારોએ માગી 1.30 કરોડની ખંડણી
અમદાવાદ ક્રાઈમ: ઘરમાં જ 20 ફૂટ ઊંડો ખાડો ખોદી પત્નીને દાટી, 34 વર્ષે હાડપિંજરે પતિને જેલ ભેગો કર્યો
અમદાવાદ ક્રાઈમ: ઘરમાં જ 20 ફૂટ ઊંડો ખાડો ખોદી પત્નીને દાટી, 34 વર્ષે હાડપિંજરે પતિને જેલ ભેગો કર્યો
Weather Update : રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, આ શહેરોમાં હિટવેવની ચેતવણી
Weather Update : રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, આ શહેરોમાં હિટવેવની ચેતવણી
Advertisement

વિડિઓઝ

Summer Vacation : ઉનાળુ વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો
Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: 14 ખરીફ પાકોની MSPમાં વધારો, ગુજરાતને પણ મળી મોટી ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: 14 ખરીફ પાકોની MSPમાં વધારો, ગુજરાતને પણ મળી મોટી ભેટ
ગુજરાતમાં ‘વર્ક ફ્રોમ હોમ' પર વિચારણા, પીએમની અપીલ બાદ સરકાર એક્શનમાં; મંત્રી કુંવરજી બાવળિયાનું સૂચક નિવેદન
ગુજરાતમાં ‘વર્ક ફ્રોમ હોમ' પર વિચારણા, પીએમની અપીલ બાદ સરકાર એક્શનમાં; મંત્રી કુંવરજી બાવળિયાનું સૂચક નિવેદન
હિન્દુ રહેવા માટે મંદિરે જવું કે પૂજા પાઠ કરવા જરૂરી નથીઃ સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન
હિન્દુ રહેવા માટે મંદિરે જવું કે પૂજા પાઠ કરવા જરૂરી નથીઃ સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન
ગુજરાત પોલીસનો મોટો નિર્ણય, હવે આરોપીઓના જાહેરમાં વરઘોડા કાઢવા પર મુકાયો પ્રતિબંધ!
ગુજરાત પોલીસનો મોટો નિર્ણય, હવે આરોપીઓના જાહેરમાં વરઘોડા કાઢવા પર મુકાયો પ્રતિબંધ!
CBSE Board 12th Result 2026: CBSE એ ધોરણ 12નું પરિણામ કર્યું જાહેર, રિઝલ્ટ અહીં ચેક કરો 
CBSE Board 12th Result 2026: CBSE એ ધોરણ 12નું પરિણામ કર્યું જાહેર, રિઝલ્ટ અહીં ચેક કરો 
Gujarat Heat: કાળઝાળ ગરમીને લઈ કચ્છ અને સુરેંદ્રનગરમાં ઓરેન્જ એલર્ટ, જાણો હવામાનનું અપડેટ 
Gujarat Heat: કાળઝાળ ગરમીને લઈ કચ્છ અને સુરેંદ્રનગરમાં ઓરેન્જ એલર્ટ, જાણો હવામાનનું અપડેટ 
Gold Silver Prices: સોના-ચાંદીમાં ફરી તેજી, ઈમ્પોર્ટ ડ્યૂટી વધતા 3 લાખની નજીક ચાંદી, જાણો લેટેસ્ટ ભાવ
Gold Silver Prices: સોના-ચાંદીમાં ફરી તેજી, ઈમ્પોર્ટ ડ્યૂટી વધતા 3 લાખની નજીક ચાંદી, જાણો લેટેસ્ટ ભાવ
CM વિજયે તમિલનાડુ વિધાનસભામાં સાબિત કરી બહુમતી, જાણો TVKના સમર્થનમાં કેટલા પડ્યા મત?
CM વિજયે તમિલનાડુ વિધાનસભામાં સાબિત કરી બહુમતી, જાણો TVKના સમર્થનમાં કેટલા પડ્યા મત?
Embed widget