અરવલ્લી: કેવલ જોશીયારા આજે ભાજપમાં જોડાયા છે. સી.આર. પાટીલની હાજરીમાં હજારો કાર્યકરો સાથે કેવલ જોષીયારાએ કેસરિયો ધારણ કર્યો છે. તમને જણાવી દઈએ કે કેવલ જોષીયારા કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. અનિલ જોષીયારાના પુત્ર છે. આ પ્રસંગે કોંગ્રેસમાંથી તાજેતરમાં ભાજપમાં આવેલા અશ્વિન કોટવાલ, સીઆર પાટીલ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. કેવલ જોષીયારાના પિતા ડો.અનિલ જોષીયારા પાંચ ટર્મથી ધારાસભ્ય હતા. આદિવાસી વિસ્તારની બેઠકો કબ્જે કરવા ભાજપ આગળ વધી રહ્યું છે.

Continues below advertisement

 

Continues below advertisement

આ બે દિગ્ગજ નેતાઓની હાજરીમાં હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે

અમદાવાદ: કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલ કઈ પાર્ટીમાં જોડાશે તેને લઈને ઘણા દિવસથી અટકળો ચાલી રહી છે. તો બીજી તરફ હાર્દિક પટેલ ઘણા પ્રસંગે ભાજપની પ્રશંસા કરી ચૂક્યો છે તેથી ભાજપમાં જોડાવાની તેમની સંભાવના વધુ છે. હવે આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હાર્દિક પટેલ મેના અંતમાં ભાજપમાં જોડાશે તેવી વાત સામે આવી છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસ બાદ હાર્દિક પટેલ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા અને આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાની હાજરીમાં પાર્ટીનો ખેસ ધારણ કરશે.

મોદીની રાજકોટ યાત્રા સમયે નરેશ પટેલ મોટું એલાન કરશે? પટેલે બુધવારે રાખ્યો કયો કાર્યક્રમ?

રાજકોટઃ ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું રાજકીય પ્રવેશનું રહસ્ય હવે ગમે ત્યારે ખુલી શકે છે. નરેશ પટેલ રાજકારણમાં સક્રિય થશે કે નહિ તે ચિત્ર નજીકમાં છે. રાજકોટ નજીક આટકોટ PM આવી રહ્યા છે ત્યારે નરેશ પટેલ રાજકીય પ્રવેશને લઇ જાહેરાત કરે તેવી અટકળો તેજ થઈ છે. રાજકોટમાં આવતી કાલે નરેશ પટેલે મીડિયાકર્મીઓ સાથે મિલન યોજ્યું. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાને આમંત્રિત કરતા નરેશ પટેલ મોટી જાહેરાત કરશે તેવી અટકળો તેજ થઈ છે. 

પાટીદાર દીકરા-દીકરીના સગપણને લઈને પહેલીવાર યોજાઈ ચિંતન શિબિરરાજકોટ:  સમાજની સમસ્યાઓ ઉકેલવા પાટીદારોની પહેલીવાર યોજાઈ ચિંતન શિબિર યોજાઈ હતી. પાટીદારોના દીકરા-દીકરીઓના સગપણને લઈને અનેક સમસ્યાઓ આવી રહી છે જે અંગે આ શિબિરમાં ચિંતન કરવામાં આવ્યું હતું. આ ચિંતન શિબિર હેમુ ગઢવી હોલમાં શનિવારે યોજાઈ હતી. ચિંતન શિબિરમાં યુવક-યુવતીઓ અને માતા-પિતા હાજર રહ્યા હતા.લગ્ન અંગેના વિવાદો ઉકેલવા 10 સમાજશાસ્ત્રીઓની ટીમ બનાવવામાં આવી. જુના રિવાજોને સ્થાને આધુનિક વિચારસરણીને સ્થાન મળશે. 1500 થી વધુ લોકોને ચિંતન માટે પ્રશ્નોતરી પૂછવામાં આવી હતી. ચિંતન શિબિરમાં સમાજના લોકોએ તારણો રજૂ કર્યા હતા. જેમા,