ગાંધીનગર: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ગાંધીનગરના કમલમ ખાતે ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે. 2 જૂનના રોજ હાર્દિક પટેલે કેસરીયો ધારણ કર્યો હતો. તો આજે ફરી ભાજપમાં ફરી વેલકમ પાર્ટી યોજાવાની છે. ભાજપમાંથી ચૂંટણી લડી પ્રધાન બનેલા અને શકરસિંહ વખતે ભાજપમાંથી અલગ થઈ રાજપામાં જનાર અને ગત્ત વિધાનસભાની ચૂંટણીમાં જંબુસર બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવનારા ભરૂચ જિલ્લાના નેતા ખુમાનસિંહ વાસીયા ભાજપમાં જોડાશે. આ ઉપરાત ગુજરાત કોંગ્રેસના પૂર્વ મહામંત્રી દલપત વસાવા પણ ભાજપમાં જોડાશે. આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બપોરે 12.30 કલાકે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે.
અમિત શાહનો દીકરો BCCIનો તાનાશાહ બની બેઠો છે
Subramanian Swamy on IPL 2022: બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામી (Subramanian Swamy)એ IPL 2022માં ગોટાળા થયાનો આરોપ લગાવ્યો છે. તેને આ મામલાની તપાસ કરવાની માંગ કરી છે. નેતાના ટ્વીટ બાદ સોશ્યલ મીડિયા પર કેટલાય યૂઝર્સ IPL 2022ના પરિણામો પર સવાલો ઉઠાવવા લાગ્યા છે. કેટલાક યૂઝર્સ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાના સંજૂ સેમસનના નિર્ણયને પણ કંઇક ગોટાળા સાથે જોડી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત ટાઇટન્સની ટીમે આઇપીએલ 2022નો ખિતાબ જીત્યો છે, આ ખિતાબ જીત્યા બાદ વિવાદો શરૂ થઇ ગયા છે.
સુબ્રમણ્યમ સ્વામીએ શું લખ્યું-
સુબ્રમણ્યમ સ્વામીએ (Subramanian Swamy) લખ્યું- ઇન્ટેલિજન્સ એજન્સીઓનુ માનવુ છે કે IPL ના પરિણામોમાં ધાંધીયા - ગોટાળો થયો છે. આ વાતને સ્પષ્ટ કરવા માટે તપાસ થવી જોઇએ. આ માટે જનહિત અરજી દાખલ કરવાની જરૂર છે. હવે કેમ કે સરકાર તો આ અરજી દાખલ નહીં કરે કેમ કે અમિત શાહની દીકરો બીસીસીઆઇનો તાનાશાહ બની બેઠો છે. ઉલ્લેખનીય છે કે તમામ પૂર્વાનુમાનોની ઉલટ ગુજરાત ટાઇટન્સે IPL ટ્રૉફી જીતી. મેગા ઓક્શન બાદ જ્યારે IPLની તમામ 10 ટીમોની સ્ક્વૉડની તસવીર સ્પષ્ટ થઇ હતી તો કોઇપણ ગુજરાતની જીતનો દાવો ન હતો કર્યો, આ પરંતુ આ ટીમે શરૂઆતથી દમદાર રમત બતાવી, ગુજરાતની ટીમે સૌથી પહેલા પ્લેઓફમાં જગ્યા બનાવી અને બાદમાં ફાઇનલમાં એકતરફી જીત મેળવીને આઇપીએલ ટ્રૉફી કબજે કરી લીધી.