અમદાવાદ : અમદાવાદમાં રૂપિયાની લેતીદેતીમાં યુવકનું અપહરણ કરવાના આરોપમાં બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ભોગ બનનાર જયરાજ સુરતી ડીજેના વ્યવસાય સાથે જોડાયેલો છે.   વસ્ત્રાપુરની હોટેલમાં એક પ્રોગ્રામને લઈ તેની ધીરજ પાંડે અને નીરજ પાઠક નામના બે શખ્શો સાથે 77 હજારની ધંધાકીય ડીલ થઈ હતી.


જેને લઈને જયરાજે 20 હજાર રૂપિયા આપી દીધા હતા.  બાકીના 57 હજાર આપવાના બાકી હતા. એવામાં ધીરજ અને નીરજ જયરાજનું અપહરણ કરીને બોડકદેવ વિસ્તારમાં પોતાના ગોડાઉનમાં લઈ ગયા હતા. ત્યાં તેને ગોંધી રાખ્યો હતો. પૈસાની વ્યવસ્થા કરવા માટે ફોન પર વાત કરવાનું કહી જયરાજે તેના માતાને ફોન કર્યો અને પોતાનું અપહરણ થયાની જાણ કરી હતી. 


માતાએ પોલીસને જાણ કરતાં અડધો કલાકમાં જ મોબાઈલ લોકેશનના આધારે પોલીસ ગોડાઉન પર પહોંચી અને જયરાજને મુક્ત કરાવ્યો હતો. આ સાથે જ ધીરજ અને નીરજને ઝડપી લીધા છે.


મૂળ ડીજેના વ્યવસાય સાથે સંકળાયેલ જયરાજ સુરતી નામના વ્યક્તિનું ધીરજ પાંડી અને નીરજ પાઠક નામના બે વ્યક્તિ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. બે અપહરણ કરતા ડેકોરેશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે, જેમને ફરિયાદીને શાહઆલમ વિસ્તારમાંથી એક હોટલ પાસેથી ધાક ધમકી આપી બાઈક પર બેસાડી દીધો, જે બાદ તેને થલતેજ પાસે બાગબાન પાર્ટી પ્લોટની નજીક એસ.કે ડેકોરેશનના ગોડાઉનમાં લાવવામાં આવ્યો હતો. અપરણકર્તાઓએ લેવડ-દેવડના 57 હજાર રૂપિયા ન આપે ત્યાં સુધી તેને જવા નહીં દે તેવી ધમકી આપી હતી. 


Ahmedabad: ઈન્સ્ટાગ્રામ પર યુવતી સાથે મિત્રતા કરી ન્યૂડ ફોટા મેળવ્યા,  બાદમાં બ્લેકમેઈલ કરી અને....


 અમદાવાદ શહેરમાં એક યુવક પહેલા સોશિયલ મીડિયા  પર યુવતી સાથે મિત્રતા કરતો હતો. બાદમાં યુવતીઓના ન્યૂડ ફોટો મેળવીને તેમને બ્લેકમેઈલ કરતો હતો.  અમદાવાદ પોલીસે જય નાગોર નામના આ યુવકની ધરપકડ કરી છે.  આરોપી જયે બોપલમાં રહેતી એક યુવતીને ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ  રિકવેસ્ટ મોકલી મિત્રતા કેળવી હતી. તેની વાતોમાં આવી યુવતીએ એક અઠવાડિયામાં જ પોતાના ન્યૂડ ફોટો મોકલ્યા હતા. 


ત્યારબાદ આરોપી જયે યુવતીને બ્લેકમેઈલ કરી રોકડ, સોનું સહિત 3 લાખ, 20 હજાર રુપિયા પડાવ્યા હતા.  આખરે યુવતીની ફરિયાદ બાદ પોલીસે જયની ધરપકડ કરી છે.  પોલીસે આ મામલે વધુ તપાસ કરતા સામે આવ્યું છે કે આરોપીએ આનંદનગર વિસ્તારમાં રહેતી અન્ય એક યુવતીને પણ બ્લેકમેઈલ કરી તેની પાસેથી પૈસા પડાવ્યા છે.