અમદાવાદ: PMO માં અધિકારી તરીકેની ઓળખ આપીને છેતરપીંડી કરનાર કિરણ પટેલના એક બાદ એક કરતૂત સામે આવી રહ્યા છે. બરોડા ખાતે મારકોમ એજન્સી સાથે ઇવેન્ટ યોજ્યા બાદ ઇવેન્ટ સંચાલક દીપેશ શેઠ અને કિરણ પટેલે નાણાં ન ચૂકવતા વેપારી પરિતોષ શાહે ફરિયાદ નોંધાવી હતી. કોર્ટના હુકમ બાદ ઇવેન્ટ સંચાલક દીપેશ શેઠે 15 લાખ ચૂકવ્યા પણ કિરણ પટેલે 5 લાખ ચૂકવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું વેપારીએ સ્વીકાર્યું. પરિતોષ શાહે abp અસ્મિતા સાથેની વાતચીતમાં તે પણ સ્વીકાર કર્યો કે કિરણ પટેલ નેતાઓના કાર્યક્રમમાં પહોચી જઈને ફોટા પડાવતા અને તે બાદમાં પોતાની ખોટી ઓળખ ઉભી કરતા. કોર્ટે કરેલા આદેશ બાદ અંતે પરિતોષ શાહે પોતાની ફરિયાદ પાછી પણ ખેંચી હતી પણ પોતાના નાણાં ગુમાવવાનો વારો આવ્યો હતો.


સુરતમાં 6 વર્ષની બાળકીને પોતાના રુમમાં લઈ ગયો પાડોશી


સુરતના પાંડેસરા વિસ્તારમાં નાની સાથે રહેતી 6 વર્ષથી બાળકીની પાડોશી દ્વારા છેડતી કરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે પાડોશીએ દુષ્કર્મના ઇરાદે કપડાં ઉતાર્યાં હતા. હાલમાં પોલીસે આરોપી અને બાળકીને મેડિકલ માટે મોકલ્યા છે. પાંડેસરા પોલીસે હવસખોર પાડોશીની ધરપકડ કરી આગળની કાર્યનવાહી હાથ ધરી છે. નાનીએ બાળકીને બૂમો પાડતા તેનો અવાજ બાજુના રૂમમાંથી આવ્યો હતો.  આથી નાનીએ પાડોશીનો દરવાજો ખખડાવ્યો છતાં તેણે ખોલ્યો ન હતો.  નાનીએ પાડોશીની રૂમની બારી જોર જોરથી ઠોકતા ખુલી ગઈ હતી. રૂમમાં જોતા નરાધમ પોતે નગ્ન હતો સાથે બાળકીના પણ કપડાં કાઢી નાખ્યા હતા. આ દ્રશ્ય જોઈને વૃદ્ધ ડઘાઈ ગયા હતા. બાદમાં આરોપીની જાળમાંથી બાળકીને છોડાવવામાં આવી હતી.


 અમદાવાદના નિકોલમાં પત્ની સાથેના આડા સંબંધની શંકાએ એક વ્યક્તિ પર ફાયરિંગ


અમદાવાદના નિકોલમાં ગત મોડી રાત્રે ફાયરિંગનો બનાવ બન્યો હતો. અનૈતિક સંબંધની શંકામાં ફાયરિંગ કર્યું હોવાની વાત સામે આવી છે. 42 વર્ષિય વ્યક્તિ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગમાં ઘાયલ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે. આ ફાયરિંગમાં નિકોલ પોલીસે દિનેશ આહિર નામના વ્યક્તિ સામે ગુન્હો નોંધ્યો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પત્ની સાથેના આડા સંબધની શંકાને લઈ દિનેશ આહીરે ફાયરીંગ કર્યું હતું. નિકોલના સાઈ હેવલ ફલેટ પાસે આ ઘટના બની છે. મણકાના ભાગે ફરીયાદીને ગોળી વાગી છે જેની હાલમાં સારવાર ચાલી રહી છે.