ગાંધીનગર:  રાજ્યમાં કમોસમી વરસાદને કારણે લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયાને અસર થઇ હતી. કમોસમી વરસાદને પગલે લોકરક્ષક દળની  6 સ્થળે શારીરિક કસોટી (Physical test) મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે આ મોકૂફ રહેલી પરીક્ષાની નવી તારીખ જાહેર થઈ છે. આ અંગે લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું કે, તારીખ ૩ અને ૪ ડિસેમ્બરના રોજ જે મેદાનો ઉપર વરસાદને કારણે શારીરિક કસોટી મોકૂફ રાખવામાં આવેલ તે કસોટી હવે તારીખ 12 ડિસેમ્બરને રવિવારના રોજ એ જ મેદાન પર એ જ કોલલેટર ઉપર લેવામાં આવશે. ઉમેદવારોએ અગાઉ ઇશ્યુ થયેલ કોલ લેટર સાથે સવાર કલાકઃ ૦૬.૦૦ વાગે કસોટી માટે હાજર રહેવું.


વધુમાં SRPF ગ્રુપ-૧૧, વાવ ખાતે તા.૦૬/૧૨/૨૦૨૧ નારોજ શારીરિક કસોટી મોકૂફ રાખવામાં આવેલ તે કસોટી હવે તા.૨૬/૧૨/૨૦૨૧ (રવિવાર) નારોજ એ જ મેદાન પર એ જ કોલલેટર ઉપર લેવામાં આવશે. મોકુફ રાખવામાં આવેલ કસોટીના ઉમેદવારોએ અગાઉ ઇશ્યુ થયેલ કોલ લેટર સાથે કસોટી માટે હાજર રહેવું.



કમોસમી વરસાદને લીધે પોલીસ હેડ કવાર્ટર, ભરૂચ ખેડા સુરેન્દ્રનગર અમરેલી તથા SRPF ગૃપ-૧૧, વાવ-સુરત અને SRPF ગૃપ-૭, નડિયાદ એમ કુલ ૬ મેદાનો ખાતે પોસઇ/ લોકરક્ષકની તા.૦૩/૧૨/૨૦૨૧ અને તા.૦૪/૧૨/૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવી હતી. 


ઉમેદવારોએ ખોટી માહિતી આપી હોય કે ખોટો ફોર્મ ભર્યું હોય તો પહેલું ફોર્મ માન્ય રહેશે. ખોટી માહિતી આપનાર ઉમેદવારો સામે પગલાં લેવામાં આવશે. 15 ગ્રાઉન્ડ જ્યાં શારીરિક પરિક્ષા લેવાની છે તેની સમિક્ષા કરી છે.



6 ગ્રાઉન્ડ અને 3 અને 4 થી ડિસેમ્બરના રોજ યોજાનાર પરીક્ષાઓ મોકૂફ રખાઈ હતી.  ગોધરામાં પણ પરીક્ષા 3જી ડિસેમ્બરના રોજ યોજાનાર પરીક્ષા મોકૂફ રખાઈ હતી. જરૂરી શારીરિક પરીક્ષાના રેકોર્ડ જે તે ભરતી બોર્ડને આપશે.  એકથી વધારે કૉલ લેટર ઇશ્યુ થવા પાછળનું કારણ બે અરજી કરવાના કારણે થાય છે, પ્રથમ કૉલ લેટરમાં જ શારીરિક પરીક્ષા આપવાની રહેશે, ખોટી માહિતી આપી હશે તો ઉમેદવારો સામે કાર્યવાહી થશે.


PSI અને કોન્સ્ટેબલની સાથે ભરતી કરી રહ્યા છે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ઉમેદવારોને એક જ વાર પરિક્ષા આપવી પડશે. ઉમેદવારો પરીક્ષા પાછી ઠેલવવા કીમિયો ન કરે, ઉમેદવારોએ પરિક્ષા માટે ધ્યાન આપવું જોઈએ. પોલીસ ભરતીની તારીખો જાહેર થતા જ તેમજ શારીરિક કસોટીના (Physical test) કોલલેટરો પણ વેબસાઇટમાં અપલોડ કરી દેવામાં આવતા ઉમેદવારોમાં પરીક્ષાને લઇને ભારે ઉત્સાહ છે.