અમદાવાદઃ ગુજરાત(Gujarat)માં ફરી એકવાર કોરાનોએ ઉથલો માર્યો છે અને દૈનિક મોતનો આંકડો પણ વધી રહ્યો છે, ત્યારે એબીપી અસ્મિતા(ABP Asmita)ના ખાસ અહેવાલ 'હું તો બોલીશ'(Hun To Bolish)માં ભાજપના મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી (Harsh Sanghvi) સાથે ખાસ વાત કરી હતી. જેમાં તેમણે તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ (Gujarat Election)ની ચૂંટણીઓમાં પોતે રેલીઓમાં ભાગ લઈને ભૂલ કરી હોવાની કબૂલાત કરી હતી. જોકે, આ સમયે તેમણે મહારાષ્ટ્ર(Maharashtra)ના ત્રણ જિલ્લામાં ચૂંટણી ન હોવા છતાં કોરોના સંક્રમણ ફેલાયું હોવાનું વાત કરી હતી.
હર્ષ સંઘવીએ 'હું તો બોલીશ' કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, સૌથી પહેલા તો હું એમ કહેવા માંગીશ કે, આજની પરિસ્થિતિ છે, એમાં મારો સૌથી પહેલો ધર્મ છે કે જે કોઈ દર્દીઓ આવે એને સારી ટ્રીટમેન્ટ પુરવાર થાય. એ લોકોને અમે સારી રીતે ટ્રીટમેન્ટ આપી શકીએ. દુઃખ સાથે આપણે જણાવવું પડશે કે મહારાષ્ટ્રમાં કોઈ પણ પ્રકારનું ઇલેક્શન નહોતું, પણ મહારાષ્ટ્રના ત્રણ જિલ્લાના અનેક દર્દીઓને અમે માનવતાને જોઇને આજે પણ સુરતમાં હજારો દર્દીઓને સેવા આપી રહ્યા છીએ. સિવિલ હોસ્પિટલમાં આપણે જણાવતા દુઃખ થાય છે કે, મહારાષ્ટ્રના 3 જિલ્લાના નંદુરબારના આસપાસના જિલ્લાઓના ટોટલ 200થી વધુ દર્દીઓને અમે ઓક્સિજન અને વેન્ટિલેટરની કમી હોય, તો પણ પુરવાર કરીએ છીએ. અમે રાત-દિવસ મહેનત કરીને એ લોકોનો જીવ બચાવવાની કોશિષ કરીએ છીએ.
તેમણે જણાવ્યું હતું કે, સુરત અને ગુજરાતની અંદર ઇલેક્શન જરૂર હતું. ઇલેક્શનની અંદર રેલીઓ પણ થઈ, હું માનું છું. અનેક રેલીઓમાં હું પણ ગયો. મારી ભૂલ છે. હું સ્વીકારું છું. પરંતુ માત્ર રેલી જ એનું કારણ હોય શકે એવું ના હોય. ઇલેક્શન પતવાને આજે દોઢ મહિનો થયો અને જ્યારે કોરોના લાગે તેના ચાર દિવસની અંદર વ્યક્તિને કોરોના લાગતો હોય છે.
તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, મહારાષ્ટ્રના જે અનેક જિલ્લાઓની આપણું સુરત શહેર, જે સેવા કરી રહ્યું છે, શું એ જિલ્લામાં કોઈ પણ પ્રકારના ઇલેક્શનો હતા? શું ત્યાં ઇલેક્શનની એક પણ રેલી થઈ હતી. હું જાણવા માંગું છું કે રાજસ્થાનમાં એક પણ પ્રકારના ઇલેક્શન હતા? આજેય અમદાવાદમાં રાજસ્થાનના અનેક જિલ્લાઓના નાગરિકોની આપણે સવા કરી રહ્યા છીએ.