અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે વધુ એક ધારાસભ્ય કોરોના સંક્રમિત થયા છે. કોંગ્રેસ પક્ષના ઉપ નેતા શૈલેષ પરમાર કોરોના સંક્રમિત થયા છે. બે દિવસથી તાવ સહિતના લક્ષણોના આધારે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. દાણીલીમડાના ધારાસભ્ય છે શૈલેષ પરમાર . નોંધનીય છે કે, અત્યાર સુધીમાં કોંગ્રેસના પ્રતાપ દૂધાત, અનિલ જોશીયારા, હિંમતસિંહ પટેલ, વિક્રમ માડમ સહિતના ધારાસભ્યો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. આ સિવાય ભાજપના ધારાસભ્યો અને મંત્રીઓ પણ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી થયા કોરોના પોઝિટિવ થયા છે. આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહેસુલ મંત્રી અત્યારે હોમ આઇસોલેટમાં છે.


Gujarat Corona Guideline : વધુ શહેરોમાં લાગી શકે છે નાઇટકર્ફ્યુ, રાત્રિ કર્ફ્યૂના સમયમાં પણ થઈ શકે વધારો


અમદાવાદઃ ગુજરાત સરકાર આજે કોરોનાની નવી ગાઇડલાઇની જાહેરાત કરી શકે છે. આજે રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં વધુ નિયંત્રણ મુકવા કે નહીં તેના પર કોર કમિટીમાં વિસ્તૃત ચર્ચા થશે. રાત્રિ કર્ફ્યૂના સમયમાં વધારો થશે કે નહીં તેના પર સૌની નજર છે. આ સિવાય લગ્ન પ્રસંગોમાં મહેમાનોની સંખ્યામાં ફેરફાર થશે કે નહીં તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે. આવતી કાલે સવારે 6 વાગ્યે કોરોનાની ગાઇડલાઇનની અવધી પૂરી થઈ રહી છે. 


24 કલાકમાં 100થી વધુ કેસ આવતાં હશે તેવા શહેરોમાં નાઇટ કર્ફ્યૂ લગાવાય તેવી શક્યતા છે. જેને કારણે નાઇટકર્ફયુવાળા શહેરોમાં વધારો થઈ શકે છે. એટલું જ નહીં, રાત્રિ કર્ફ્યૂના સમયમાં પણ વધારો થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.  જોકે, સામાજિક અને રાજકીય કાર્યક્રમોમાં હાજર રહેનાર સભ્યોની સંખ્યામાં ઘટાડો થવાની શક્યતા નહીવત છે. 


રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 24,485 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. બીજી તરફ 10,310  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,86,476 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 88.51 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  13 મોત થયા. આજે 2,47,111 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 9837, સુરત કોર્પોરેશનમાં 2981,  વડોદરા   કોર્પોરેશનમાં 2823,  રાજકોટ કોર્પોરેશનમાં 1333,  સુરતમાં 728,  આણંદમાં 558, ભાવનગર કોર્પોરેશનમાં 529, ગાંધીનગર કોર્પોરેશનમાં 509, જામનગર કોર્પોરેશનમાં 471, વલસાડમાં 446, ભરૂચમાં 408, વડોદરામાં 371, મહેસાણામાં 354, કચ્છમાં 346, નવસારીમાં 297, ગાંધીનગરમા 225, મોરબીમાં 206, રાજકોટમાં 188, પાટણમાં 180, બનાસકાંઠામાં 174, સુરેન્દ્રનગરમાં 156, જૂનાગઢ કોર્પોરેશનમાં 129, અમરેલીમાં 128, જામનગરમાં 128, અમદાવાદમાં 120, પોરબંદરમાં 117, ખેડામાં 112, સાબરકાંઠામાં 111, પંચમહાલમાં 110, દાહોદમાં 82, તાપીમાં 70, ભાવનગરમાં 58, દેવભૂમિ દ્વારકામાં 45, ગીર સોમનાથમાં 40, જૂનાગઢમાં 30, મહીસાગરમાં 24, અરવલ્લીમાં 18, બોટાદમાં 15, નર્મદામાં 14, ડાંગ, 9, છોટા ઉદેપુરમાં 5 નવા કેસ નોંધાયા હતા.