હાલ ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદના જાણીતું મોબાઈલ માર્કેટ એવા મૂર્તિમંત કોમ્પલેક્ષમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થતું હોવાથી માર્કેટોની દુકાનો સીલ કરી દેવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌથી વધુ દુકાનો પર આ કાર્યવાહી કરવામાં આવી છે.


આ માર્કેટમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી હતી જેમાં કેટલાય એવા લોકોએ માસ્ક પહેર્યું ન હતું અને અનેક દુકાનોમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન હોવાથી દુકાનના માલિકો સામે કાર્યવાહી કરી તેમની દુકાનો સીલ મારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલે અનલોકનું પાલન કરવા માટેની એક ગાઈડલાઈન બહાર પાડી છે તેમ છતાં રિલિફ રોડ ઉપરના માર્કેટમાં ભારે ભીડ જોવા મળી હતી. જેથી મ્યુનિસિપલની ટીમોએ રિલિફ રોડના મૂર્તિમંત કોમ્પલેક્ષના મોબાઈલ એસેસરીઝ માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું ન હોય અંદાજે 120 દુકાનો સીલ કરી આખું મોબાઇલ એસેસરિઝનું માર્કેટ બંધ કરાવી દીધું હતું.