શોધખોળ કરો

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

Ahmedabad And Gandhinagar Rain: અમદાવાદ શહેરમાં મોડી રાતથી જ ઝરમર વરસાદ શરૂ થયો હતો, જે સવાર સુધી સતત જારી રહ્યો હતો

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અમદાવાદ-ગાંધીનગરમાં વહેલી સવારથી મેઘરાજાની ધીમી પધરામણી થઈ.
  • ધુમ્મસ અને વરસાદથી વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને મુશ્કેલી પડી.
  • હવામાન વિભાગે હળવા વરસાદનું સવાર સુધી ઓરેન્જ એલર્ટ આપ્યું.

Ahmedabad And Gandhinagar Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ ધીમીધારે પધરામણી કરી છે. વાદળછાયા વાતાવરણ અને ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી થતાં સવારે નોકરીએ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. હવામાન વિભાગે શહેરમાં સવારે 10 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ આપ્યું છે અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

અમદાવાદ શહેરમાં મોડી રાતથી જ ઝરમર વરસાદ શરૂ થયો હતો, જે સવાર સુધી સતત જારી રહ્યો હતો. પશ્ચિમ અમદાવાદના એસજી હાઈવે, થલતેજ, પકવાન, સોલા, સાયન્સ સિટી, ગોતા, બોપલ, ઘૂમા અને સરખેજ જેવા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. બીજી તરફ પૂર્વ અમદાવાદના ઓઢવ, રામોલ, વસ્ત્રાલ, નિકોલ, નરોડા, નારોલ, બાપુનગર, અમરાઈવાડી, ઠક્કરબાપાનગર, હાથીજણ અને હાટકેશ્વર જેવા તમામ વિસ્તારોમાં પણ ધીમીધારે સતત વરસાદ વરસી રહ્યો છે. સવારના સમયે જ વરસાદ અને વિઝિબિલિટી ઘટવાના કારણે એસજી હાઇવે સહિતના મુખ્ય માર્ગો પર વાહનચાલકોની ઝડપ ધીમી પડી ગઈ હતી. આ સાથે પાટનગર ગાંધીનગરમાં પણ હવામાન પલટાયું છે અને સેક્ટર-3, સેક્ટર-4, સેક્ટર-5, સેક્ટર-6 તથા સેક્ટર-7 સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા છે.

અમદાવાદ શહેરમાં ચાલુ ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં સરેરાશ 24 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સતત વરસી રહેલા વરસાદને કારણે વાતાવરણમાં સારી એવી ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, સવારના સમયે રસ્તાઓ પર ભીનાશ અને વિઝિબિલિટી ઓછી હોવાથી વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કલાકોમાં પણ હળવા વરસાદી ઝાપટાં ચાલુ રહી શકે છે.

Advertisement

ટોપ સ્ટોરી

શેરબજારમાં દેવું થઈ જતાં આત્મહત્યા કરવા નિકળ્યો યુવક,ત્યારે જ દેવદૂત બનીને આવી કાગડાપીઠ પોલીસ
શેરબજારમાં દેવું થઈ જતાં આત્મહત્યા કરવા નિકળ્યો યુવક,ત્યારે જ દેવદૂત બનીને આવી કાગડાપીઠ પોલીસ
અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ, અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ
અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ, અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ
Ahmedabad: સસ્તામાં મકાન આપવાનું કરી લાખોનું કૌભાંડ, સ્વિસ બેંકમાં 3400 કરોડ જમા હોવાનું કહી લોકોને ફસાવ્યા
Ahmedabad: સસ્તામાં મકાન આપવાનું કરી લાખોનું કૌભાંડ, સ્વિસ બેંકમાં 3400 કરોડ જમા હોવાનું કહી લોકોને ફસાવ્યા
Teachers Day 2026: પુસ્તકિયા જ્ઞાનથી પર જઈને વિદ્યાર્થીઓને 'વિશ્વનાગરિક' ઘડતા અમદાવાદના શિક્ષક
Teachers Day 2026: પુસ્તકિયા જ્ઞાનથી પર જઈને વિદ્યાર્થીઓને 'વિશ્વનાગરિક' ઘડતા અમદાવાદના શિક્ષક
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મરણ પથારી પર આયોજન
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનું ઓપરેશન ક્યારે ?
Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને લઈને મોટા સમાચાર! સોમવારે મળશે મહત્વની બેઠક
Abp Asmita Impact: 'ભૂતિયા વિદ્યાર્થીઓ' વાળી શાળાઓ સામે હવે થશે કાર્યવાહી! શિક્ષણમંત્રીની મોટી ખાતરી
Ahmedabad Bomb Threat : કોર્ટને બોમ્બની ધમકી મળતા અફરાતફરી! પોલીસ અને બોમ્બ સ્ક્વોડની તપાસ શરૂ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી: માત્ર 55 રનમાં ઓલઆઉટ કરી 52 બોલમાં મેચ જીતી!
ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી: માત્ર 55 રનમાં ઓલઆઉટ કરી 52 બોલમાં મેચ જીતી!
દિલ્હીમાં વરસાદનું રેડ એલર્ટ: 11 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ!
દિલ્હીમાં વરસાદનું રેડ એલર્ટ: 11 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ!
હરમનપ્રીત કૌરે રચ્યો મોટો વર્લ્ડ રેકોર્ડ: ક્રિકેટ ઇતિહાસમાં આવું કરનાર વિશ્વની પ્રથમ કેપ્ટન
હરમનપ્રીત કૌરે રચ્યો મોટો વર્લ્ડ રેકોર્ડ: ક્રિકેટ ઇતિહાસમાં આવું કરનાર વિશ્વની પ્રથમ કેપ્ટન
ડોમિનિકન રિપબ્લિકની જોહેરી ડોમિંગ્યુએઝ બની મિસ વર્લ્ડ 2026, ભારતની નિકિતા પોરવાલ બહાર
ડોમિનિકન રિપબ્લિકની જોહેરી ડોમિંગ્યુએઝ બની મિસ વર્લ્ડ 2026, ભારતની નિકિતા પોરવાલ બહાર
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રાહત: નર્મદાનું પાણી વધુ આટલા દિવસ આપવા સરકારી આદેશ
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રાહત: નર્મદાનું પાણી વધુ આટલા દિવસ આપવા સરકારી આદેશ
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની નવી આગાહી: આગામી 7 દિવસ કેવો રહેશે માહોલ?
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની નવી આગાહી: આગામી 7 દિવસ કેવો રહેશે માહોલ?
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વધુ એક શંકાસ્પદ મોત: કેફી પીણું પીધા બાદ યુવાનનું નિધન

Embed widget