અમદાવાદ: મોરબીમાં બનેલી દુર્ઘટનાની અસર રાજ્યના અનેક શહેરમાં જોવા મળી રહી છે. નોંધનિય છે કે,  દિવાળીની રજાઓમાં ફરવાના સ્થળોએ લોકોની ભીડ જોવા મળતી હોય છે. ત્યારે અમદાવાદનાં કાંકરીયા અને અટલ બ્રિજ પણ લોકોનો જાણે મેળો જ જામી રહ્યો છે. અમદાવાદની બહારના લોકોની ભીડ અમદાવાદના કાંકરિયા અને અટલ બ્રિજ વધુ જોવા મળે છે. નાના બાળકોથી માંડીને મોટેરાઓ અહીં ઉમટી પડ્યા છે. એવામાં મોરબી હોનારત બાદ AMCએ મોટો નિર્ણય લીધો છે.  અટલ બ્રિજને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે એક સાથે 3000થી વધુ લોકો નહિ લઇ શકે મુલાકાત. દર કલાકે 3000 લોકોને જ મુલાકાત કરવાનો લાભ મળશે. 12000ની ક્ષમતા હોવા છતાં 3 હજારથી વધુ લોકો નહિ લઇ શકે મુલાકાત.


2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક રખાશે


ગાંધીનગર: મોરબીમાં બનેલી ગોજારી ઘટનાને લઈને પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાતના મુખ્ય સચિવ અને DGP સહિત રાજ્યના ગૃહ વિભાગ અને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધિકારીઓ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરના રાજભવન ખાતે પીએમ મોદીએ મોરબીની સ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે સ્થળ પર ચાલી રહેલા બચાવ કાર્ય વિશે માહિતી આપવામાં આવી હતી. પીએમએ ફરી એકવાર એ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો કે અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય મળે.


2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક રખાશે


આ ઉપરાંત દિવંગતોના શોકમાં આગામી 2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક રખાશે. 2 નવેમ્બરે રાજ્યમાં સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે. કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં. રાજ્યભરમાં સૌ લોકો આવતીકાલે શાંતિ પ્રાર્થના કરવા સીએમ ભૂપેન્દ્ર પટેલની અપીલ કરી છે.


સીએમ કર્યું ટ્વીટ


માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર રાજભવન ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં આગામી તારીખ 2 નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો છે. 2 નવેમ્બરે રાજ્યમાં સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે તેમજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં. આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા દિવંગત આત્માઓની  શાશ્વત શાંતિ માટે તેમજ તેમના પરિવારજનોને પરમાત્મા આ આઘાત સહન કરવાની શક્તિ આપે તે માટે રાજ્યભરમાં સૌ તે દિવસે શાંતિ પ્રાર્થના કરે તેવી નમ્ર અપીલ કરું છું.


 નીતિન પટેલનો ધડાકો


મોરબીમાં બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 141 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત માટે જવાબદાર કોણ? આ અંગે ભાજપના દિગ્ગજ નેતા અને ગુજરાતના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં મોટી વાત કરી છે. નીતિન પટેલે સ્વીકાર્યું છે કે, મોરબી બ્રિજ દુર્ઘટનાની નૈતિક જવાબદારી સરકારની છે. નીતિન પટેલે વાતચીતમાં કહ્યું કે, આ જવાબદારી અમારી છે, કારણ કે રાજ્યમાં અમારી સરકાર છે. જિલ્લાનો વહીવટ અમારો, કલેક્ટર અમારા અને નગરપાલિકા પણ જિલ્લાના વહીવટ હેઠળ આવે છે. તેમણે કહ્યું કે, દિવાળી પછી બ્રિજ શરૂ થયા બાદ લોકો ત્યાં જતા હતા, આ કોઈ છૂપી વાત નથી, તેમ છતાં કોઈએ તેની નોંધ લીધી નથી.