Gujarat Police: અમદાવાદ પોલીસ વિભાગમાં એકસાથે 60થી વધારે PIની બદલી બાદ નિમણૂક
અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનમાં નવા PI ની નિમણૂકના ઓર્ડર થયા છે. કમિશનર જીએસ માલિક દ્વારા અમદાવાદ શહેર પોલીસમાં નિમણૂકનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

- અમદાવાદ શહેરમાં 67 PI ની બદલી, નવી નિમણૂક જાહેર.
- સાયબર ક્રાઈમ, EOW, ટ્રાફિક, ક્રાઈમ બ્રાન્ચમાં ફેરફાર.
- લીવ રિઝર્વમાં રાખી, અધિકારીઓને નવા પોસ્ટિંગ અપાયા.
- શહેરની સુરક્ષા વ્યવસ્થા કડક કરવા બદલીનો હેતુ.
Ahmedabad police: અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનમાં નવા PI ની નિમણૂકના ઓર્ડર થયા છે. કમિશનર જીએસ માલિક દ્વારા અમદાવાદ શહેર પોલીસમાં નિમણૂકનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. અનેક પોલીસ ઇન્સ્પેક્ટરોને જુદા જુદા પોલીસ સ્ટેશન અને શાખાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં 13 અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે.
પોલીસ ઇન્સ્પેક્ટરની નવી નિમણૂકના આદેશો
શહેર પોલીસમાં કુલ 60 થી વધારે પોલીસ ઇન્સ્પેક્ટરની સામૂહિક બદલી અને નવી નિમણૂંકના આદેશો જાહેર થયા છે. આ ફેરફારો હેઠળ શહેરના વિવિધ મહત્વપૂર્ણ વિભાગો જેમ કે સાયબર ક્રાઈમ, EOW, ટ્રાફિક અને ક્રાઈમ બ્રાન્ચમાં મોટાપાયે ફેરફાર થશે. અનેક પોલીસ ઇન્સ્પેક્ટરને અલગ-અલગ પોલીસ સ્ટેશનો અને શાખાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, જ્યારે કેટલાક અધિકારીઓને અન્ય જિલ્લાઓમાંથી અમદાવાદમાં લાવવામાં આવ્યા છે.
લીવ રિઝર્વમાં મૂકીને ત્યારબાદ પોસ્ટિંગ આપવામાં આવ્યા
અગાઉ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં થયેલી આર.જી. સિંધુની બદલી રદ કરવામાં આવી છે. આ નિર્ણય સંયુક્ત પોલીસ કમિશનર, ક્રાઈમ બ્રાન્ચની રજૂઆતના આધારે લેવાયો છે. સાયબર ક્રાઈમ, E.O.W., ટ્રાફિક, ક્રાઈમ બ્રાન્ચ સહિતના વિભાગોમાં ફેરફારો કરાયા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા પોલીસ ઇન્સ્પેક્ટરોને અમદાવાદ શહેરમાં નવી નિમણૂંક આપવામાં આવી છે. તમામ અધિકારીઓને કંટ્રોલ રૂમ લીવ રિઝર્વમાં મુકીને ત્યારબાદ પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. બઢતી પામેલા સબ ઇન્સ્પેક્ટરોને પણ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નવી નિમણૂંક આપવામાં આવી છે.
તમામ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ હાજર થવા આદેશ આપવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરમાં 67 જેટલા પીઆઈની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા નવી નિમણૂકના આદેશ કરવામાં આવ્યા હતા.
અમદાવાદ પોલીસ દ્વારા આ મોટાપાયે ફેરબદલમાં લાંબા સમયથી એક જ જગ્યા પર ફરજ બજાવતા અધિકારીઓ તેમજ સાઈડ પોસ્ટિંગમાં રહેલા અધિકારીઓને નવી નિમણૂક આપવામાં આવી છે. કુલ 67 અધિકારીઓને નવા સ્ટેશન કે વિભાગની જવાબદારી સોંપાવામાં આવી છે. મોટાયાપે બદલી બાદ આ નિમણૂકનો હેતુ આગામી સમયમાં શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક કરવાનો છે. છેલ્લા ઘણા સમયથી પોલીસ અધિકારીઓ બદલી અને પોસ્ટિંગની રાહ જોઈને બેઠા હતા. અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા એકસાથે અમદાવાદ શહેર પોલીસમાં નવી નિમણૂકના આદેશ જાહેર કરવામાં આવ્યા હતા.






















