Gujarat : ગુજરાત ભાજપના  ધારાસભ્ય બલરામ થાવાણીની તબિયત લથડી છે. ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીને ફૂડ પોઇઝનિંગ થયું છે. ઝાડા, ઉલટી અને શરીર ફૂલી જતા દાખલ કરાયા છે. ધારાસભ્યને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. એરપોર્ટ ખાતે આવેલી કેન્ટિનમાં મસાલા ઢોસા ખાધા હતા.  Vip પાર્કિંગ પાસે આવેલી કેન્ટિનમાં નાસ્તો કર્યો હતો.


મસાલા ઢોસા ખાધા બાદ ફૂડ પોઇઝનિંગ થયું હતું. સિવિલમાં સ્પેશિયલ વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરાઇ. ભાજપના નરોડા બેઠકના ધારાસભ્ય છે બલરામ થાવાણી.


Gujarat Vidhyapith : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સંભાળવ્યો વિદ્યાપીઠના કુલપતિનો ચાર્જ, કહ્યું, મારું જીવન ગાંધીજીને સમર્પિત છે
અમદાવાદઃ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિધિવત રીતે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિનો ચાર્જ સંભાળી લીધો છે. ગૂજરાત વિદ્યાપીઠના 13માં કુલપતિ તરીકે ચાર્જ સંભાળ્યો છે.  વિદ્યાપીઠના કુલપતિ તરીકે આચાર્ય દેવવરતનો વિરોધ કરનારને જવાબ આપતાં કહ્યું કે,   5માં ધોરણ બાદ મે ગાંધી આશ્રમ સિવાયનું કોઈ વસ્ત્ર પહેર્યું નથી.  અન્ય વસ્ત્ર પહેરતો તો મારું શરીર સ્વીકારતું નથી. મેં પ્રાકૃતિક ચિકિત્સા પણ સ્વીકારી છે.


તેમણે કહ્યું કે, 4 ગુરુકુળમાં મેં પ્રાકૃતિક ચિકિત્સાલય શરૂ કર્યા. પ્રાકૃતિક ખેતી અને ગૌ સંવર્ધન અંગે કામ કર્યું. મેં ભૂતકાળમાં ભીખ માંગી છે. 1998માં મારું મૃત્યુ જાહેર કરી દેવામાં આવ્યું હતું. મારું જીવન ગાંધીજીને સમર્પિત છે. આનાથી વધુ કેટલું મહાત્માને સમર્પિત કોઈ થઈ શકે. આચાર્ય દેવવ્રતે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિનો ચાર્જ સંભાળ્યા બાદ નિવેદન આપ્યું હતું કે, આજે હું અત્યંત ધન્યતા અનુભવું છું. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની સંસ્થા સાથે જોડાયો તેનું ગૌરવ છે. આપ લોકોએ મને આ તક આપી તે માટે આભાર વ્યક્ત કરું છું. ગાંધીજીએ જે ઉદ્દેશ્ય સાથે આ સંસ્થા શરૂ કરી હતી, તે વિચારો લોકો સુધી વધુમાં વધુ પહોંચાડીશું. ગાંધીજી આંદોલનકારી અને આધ્યાત્મવાદી હતા.


તેમણે કહ્યું કે, હિંસા અને અહિંસા બંનેને સમાજમાં લાગુ કરો જે ટકી જાય તે ધર્મ છે. ધર્મ અને હિંસા - અહિંસા સમજાવવું અઘરું છે. હિંસા સ્થાઈ અને ટકી શકે તેવો સિદ્ધાંત નથી. મારા જીવન પર ગાંધીજી અને સ્વામી દયાનંદજી સરસ્વતીનો પ્રભાવ છે.


Gujarat Election 2022 : કઈ 23 બેઠકો પર  મહિલાને ટિકિટ આપવા કોંગ્રેસ પાસે માંગ, જુઓ સંપૂર્ણ યાદી


Gujarat Election 2022 :  મિશન 2022માં મહિલાઓને ટિકિટ આપવા માંગણી કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખે સશકત મહિલાઓને ટિકિટ આપવા માગણી કરી છે. ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ 23 બેઠકો પરની યાદી સાથે ટિકિટની માગણી કરી છે. ગાયત્રીબા વાઘેલા ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છેય હોદ્દા ઉપર રહી ચૂકેલા અને હાલમાં હોદ્દો ધરાવતા 23 મહિલાઓ માટે ટિકિટ માગી છે. 


ક્યાં કોને ટિકિટ આપવા માંગ?


માંડવી - કલ્પના જોશી, ઉપપ્રમુખ, ગુજરાત મહિલા કોંગ્રેસ


ગાંધીધામ - કોકિલાબેન ધેડા, પૂર્વ સદસ્ય, ગાંધીધામ નગરપાલિકા 


વડગામ - સવિતાબેન શ્રીમાળી, મહામંત્રી, પાટણ જિલ્લા કોંગ્રેસ,
ચેરમેન ટાઉન પ્લાનિંગ, રાધનપુર નગરપાલિકા 


રાજકોટ શહેર - ભાનુબેન સોરાણી, વિપક્ષના નેતા, રાજકોટ મહાનગર પાલિકા 


ધોરાજી - ભાવનાબેન ભૂત, પૂર્વ સદસ્ય, રાજકોટ જિલ્લા પંચાયત 
પૂર્વ પ્રમુખ, રાજકોટ જિલ્લા મહિલા કોંગ્રેસ 


કેશોદ - ધર્મિષ્ઠાબેન કામાણી, પૂર્વ મંત્રી, ગુજરાત મહિલા કોંગ્રેસ 


કંડોરણા - જેતપુર - શારદાબેન વેગડા, સદસ્ય જેતપુર - નવાગામ નગરપાલિકા
મહામંત્રી, ગુજરાત મહિલા કોંગ્રેસ 


ભાવનગર પૂર્વ - પારૂલબેન ત્રિવેદી, પૂર્વ મેયર, પૂરવા મહિલા પ્રમુખ, ભાવનગર 


ગઢડા - ગીતાબેન પરમાર, પ્રમુખ, બોટાદ જિલ્લા મહિલા કોંગ્રેસ 


લીંબડી - કલ્પનાબેન મકવાણા, પૂર્વ પ્રમુખ, સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત 


લુણાવાડા - પ્રેમબા હાડા, ઉપપ્રમુખ, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ 


ખેડા - સુધાબેન ચૌહાણ, પ્રમુખ, ખેડા જિલ્લા મહિલા કોંગ્રેસ 


કરજણ - નીલાબેન ઉપાધ્યાય, ઉપપ્રમુખ, મહિલા કોંગ્રેસ 
પૂર્વ સદસ્ય, જિલ્લા પંચાયત 


મહેસાણા - ડો. મેઘના પટેલ, પૂર્વ પ્રમુખ, મહેસાણા શહેર મહિલા કોંગ્રેસ 


પાલનપુર - બબીબેન ચૌધરી, પૂર્વ પ્રમુખ, બનાસકાંઠા જિલ્લા મહિલા કોંગ્રેસ 


ઊંઝા - પિંકીબેન પટેલ, પૂર્વ નગરસેવક, ગાંધીનગર મહાપાલિકા 


દહેગામ - કામીનીબા રાઠોડ, પૂર્વ ધારાસભ્ય, દહેગામ 


માણસા - ગીતાબેન પટેલ, પૂર્વ સદસ્ય, ગાંધીનગર જિલ્લા પંચાયત 
પૂર્વ ઉપપ્રમુખ મહિલા કોંગ્રેસ, મહામંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ 


કડી - લીલાબેન ત્રિવેદી, મહામંત્રી ગાંધીનગર, શહેર મહિલા કોંગ્રેસ 


ઈડર - કમળાબેન પાંભર


સયાજીગંજ - પુષ્પાબેન વાઘેલા 


જામનગર - નયનાબા જાડેજા, પૂર્વ પ્રમુખ જામનગર મહિલા કોંગ્રેસ 


પારડી - આશાબેન ડૂબે