NCC Alumni Meet 2026: આજરોજ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે દેશભક્તિ અને ઉત્સાહનો અનોખો નજારો જોવા મળ્યો હતો. NCC ડિરેક્ટોરેટ ગુજરાત દ્વારા આયોજિત પ્રથમ 'NCC Alumni Meet' એ માત્ર એક મિલન નહીં, પરંતુ શિસ્ત, એકતા અને 'સેવા પરમો ધર્મ'ના આદર્શોની ઉજવણી બની રહી.

રેલીથી રિવરફ્રન્ટ સુધી એકતાની ગુંજકાર્યક્રમની શરૂઆત ખૂબ જ ભવ્ય રહી. સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર માર્શલ તેજિન્દર સિંહ (PVSM, AVSM, VM), જેઓ પોતે એક ગૌરવશાળી NCC એલ્યુમની છે, તેમણે 'NCC યુનિટી માર્ચ' ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

Continues below advertisement

Continues below advertisement

 

જેમાં 800 થી વધુ પૂર્વ કેડેટ્સ (Alumni), હાલના કેડેટ્સ અને મહાનુભાવો હાજર રહ્યા હતા.  સાબરમતી રિવરફ્રન્ટ અને આઇકોનિક અટલ બ્રિજ પર આ માર્ચ પસાર થઈ હતી . આ માર્ચ દ્વારા શિસ્ત અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આખા શહેરમાં ગુંજી ઉઠ્યો હતો.

કેડેટ્સનું કૌશલ્ય અને પ્રદર્શનરિવરફ્રન્ટ પર તૈયાર કરવામાં આવેલા ખાસ કિયોસ્ક (Kiosks) આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જેમાં NCC કેડેટ્સ દ્વારા:

  • સાહસિક પ્રવૃત્તિઓ (Adventure activities)
  • સામુદાયિક સેવા અને સામાજિક જાગૃતિ
  • ટ્રેનિંગ મોડ્યુલ્સનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

સન્માન સમારોહ: સફળતાના પથદર્શકદિવસનો અંત લો ગાર્ડન ખાતે એક ભાવપૂર્ણ સન્માન સમારોહ સાથે થયો. આ પ્રસંગે ગુજરાત NCC ના બે તેજસ્વી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જસ્ટિસ અલ્પેશ વાય. કોગજે (ગુજરાત હાઈકોર્ટ) અને લેફ્ટનન્ટ જનરલ અસિત મિસ્ત્રી (PVSM, AVSM, SM, VSM, નિવૃત્ત) ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત સૌનું મનોબળ વધાર્યું હતું.

ભવિષ્યનું લક્ષ્ય: સશક્ત અને વિકસિત ભારત

  • NCC ગુજરાતના એડીજી મેજર જનરલ બિમલ મોંગા (SM, VSM) એ આંકડાકીય વિગતો સાથે ભવિષ્યનો રોડમેપ રજૂ કર્યો:
  • વર્તમાન સ્થિતિ: ગુજરાતમાં દર વર્ષે 34 જિલ્લાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશો (દમણ, દીવ, દાદરા અને નગર હવેલી) માં અંદાજે 85,000 કેડેટ્સ તાલીમ લઈ રહ્યા છે.
  • લક્ષ્યાંક: આગામી 6 વર્ષમાં આ સંખ્યા વધારીને 1.15 લાખ સુધી લઈ જવાનું આયોજન છે.
  • તાકાત: આજે ગુજરાતમાં 10 લાખથી વધુ NCC એલ્યુમની છે, જે સમાજના વિવિધ ક્ષેત્રોમાં સકારાત્મક પ્રદાન આપી રહ્યા છે.
  • સંદેશ: "NCC એ માત્ર તાલીમ નથી, પરંતુ એક એવું સંસ્કાર સિંચન છે જે યુવાનોને સાહસિક અને એકતાના તાંતણે બાંધે છે. આ 'સશક્ત અને વિકસિત ભારત' ના નિર્માણ તરફનું એક મક્કમ ડગલું છે."