Gujarat Politics: ગુજરાત બીજેપીને નવા પ્રમુખ મળવા જઈ રહ્યા છે. બીજેપીએ નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા (પંચાલ) પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જોકે હજુ તેમની સત્તાવાર જાહેરાત બાકી છે. જગદીશ વિશ્વકર્માએ ઉમેદવારી ફોર્મ ભરી દીધુ છે અને તેઓ બીનહરીફ પસંદગી થાય તેવી પુરી શક્યતા છે. ઉમેદવારી ફોર્મ ભરતા બીજેપીના નેતાઓ દ્વારા તેમને શુભેચ્છા પાઠવવાની શરુઆત થઈ ગઈ છે. બીજેપીને વરિષ્ઠ નેતા બાબુ જમાનાદાસ અને સુરેશ પટેલે તેમને શુભકામના પાઠવી હગતી. ઉદય કાનકડે તેમને ઉમેદવારી પત્ર સોપ્યું હતું.

Continues below advertisement


મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે પણ કર્યું છે કામ


તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મંત્રી જગદીશ વિશ્વકર્મા ભૂતકાળમાં સાથે કામ કરી ચૂક્યા છે. જગદીશ વિશ્વકર્મા અમદાવાદ ભાજપ પ્રમુખ હતા ત્યારે ભૂપેન્દ્ર પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા. બંનેએ અમદાવાદ મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપને જ્વલંત સફળતા આપવી હતી. હવે બંને રાજ્યક્ષાની જોડી તરીકે કામગીરી કરશે.


કોણ છે જગદીશ વિશ્વકર્મા ?


જગદીશ વિશ્વકર્મા (પંચાલ)  બીજેપીના કદાવર નેતા છે.  જગદીશ વિશ્વકર્માનો જન્મ 12 ઓગસ્ટ, 1973ના રોજ અમદાવાદ ખાતે થયો હતો. તેઓ વર્ષ 2012માં અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યાર બાદ વર્ષ 2017માં ફરી તેઓ નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા હતા. હાલમાં જેઓ વર્તમાનમાં રાજ્ય સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી (Minister of State) તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સહકાર (Co-operation), લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો (MSME), કુટીર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ (Cottage, Khadi and Rural Industries), અને નાગરિક ઉડ્ડયન (Civil Aviation) જેવા મહત્ત્વના વિભાગોનો સ્વતંત્ર હવાલો સંભાળે છે. રાજકીય કારકિર્દીની વાત કરીએ તો, તેઓ નિકોલ વિધાનસભા મતવિસ્તાર (અમદાવાદ) માંથી ભારતીય જનતા પાર્ટી (BJP) ના ધારાસભ્ય (MLA) છે અને તેમણે ભૂતકાળમાં અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પણ સંગઠનમાં યોગદાન આપેલું છે. 


નોધનિય છે કે, નિકોલ બેઠકના બીજેપીના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માએ ગત ચૂંટણીમાં તેમના સોગંદનામામાં 29 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી હતી. આ આંકડો તેમને અમદાવાદના સૌથી ધનિક ધારાસભ્ય બનાવે છે. જો આપણે તેમના વ્યવસાય અંગે વાત કરીએ તો,તેઓ  ટેક્સટાઇલ મશીનરી મેન્યુફેક્ચરિંગ, ડેવલપર્સ અને ઇન્ફ્રા માર્કેટિંગ સાથે જોડાયેલા છે. તેમના શિક્ષણ અંગે વાત કરીએ તો તેમણે BA અને MBA ઇન માર્કેટીંગનો અભ્યાસ કરેલો છે અને તેમને રિડીંગ, સ્વિમિંગ,બેડમિન્ટન અને સમાજ સેવાનો શોખ છે.


તમને જણાવી દઈએ કે, ગુજરાત કોંગ્રેસે તેમના પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની પસંદગી કરી છે. જે ઓબીસી સમાજમાંથી આવે છે. તેમની સામે બીજીપી પણ ઓબીસી નેતાને પ્રમુખ બનાવી શકે છે. જેમાં સૌથી પહેલુ નામ જગદીશ વિશ્વકર્માનું આવે છે. તેઓ ઓબીસી સમાજમાંથી આવે છે.