District Name | Active Positive Cases | Cases Tested for COVID19 | Patients Recovered | People Under Quarantine | Total Deaths |
Amreli | 404 | 20969 | 496 | 9498 | 11 |
Devbhoomi Dwarka | 62 | 10994 | 69 | 76 | 4 |
Junagadh | 281 | 33142 | 1072 | 9203 | 24 |
Morbi | 179 | 13494 | 404 | 598 | 13 |
Porbandar | 44 | 9583 | 157 | 1284 | 4 |
Total | 970 | 88182 | 2198 | 20659 | 56 |
ગુજરાતમાં સૌથી છેલ્લે કોરોનાગ્રસ્ત થયેલા આ જિલ્લામાં એક્ટિવ કેસો 400ને પાર, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Aug 2020 12:17 PM (IST)
અમરેલી જિલ્લામાં ગુજરાતમાં સૌથી છેલ્લે કોરોનાની એન્ટ્રી થઈ હતી. જોકે, અત્યારે ગુજરાતમાં સૌથી વધુ એક્ટિવ કેસો ધરાવતા 10 જિલ્લામાં અમરેલી આવી ગયું છે.
NEXT
PREV
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો હજારને પાર થઈ ગયા છે. ત્યારે હવે સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધ્યો છે. સૌરાષ્ટ્રમાં તો પાંચ જિલ્લા એવા હતા, જે ગ્રીન ઝોનમાં હતા. આજે આ જ ગ્રીન ઝોનમાં કુલ એક્ટિવ કેસો 970 થઈ ગયા છે. જેમાં સૌથી વધુ એક્ટિવ કેસો અમરેલી જિલ્લામાં 404 છે.
અમરેલી જિલ્લામાં ગુજરાતમાં સૌથી છેલ્લે કોરોનાની એન્ટ્રી થઈ હતી. જોકે, અત્યારે ગુજરાતમાં સૌથી વધુ એક્ટિવ કેસો ધરાવતા 10 જિલ્લામાં અમરેલી આવી ગયું છે. એટલું જ નહીં, કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં ગ્રીન, ઓરેન્જ અને રેડ ઝોનની જાહેરાત કરી, ત્યારે તેમાં તમામ ગ્રીન ઝોન સૌરાષ્ટ્રના હતા. આ ગ્રીન ઝોનમાં પોરબંદર, મોરબી, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને અમરેલીનો સમાવેશ થાય છે.
આ જિલ્લાઓની વાત કરીએ તો અમરેલીમાં 404, જૂનાગઢમાં 281, મોરબીમાં 179, દેવભૂમિ દ્વારકામાં 62 અને પોરબંદરમાં 44 એક્ટિવ કેસો છે. આમ, પોરબંદરને બાદ કરતાં તમામ જિલ્લામાં એક્ટિવ કેસો 50થી વધુ છે. એટલું જ નહીં, આ પાંચ જિલ્લામાં 56 લોકોના કોરોનાથી મોત થયા છે. જેમાં જૂનાગઢમાં સૌથી વધુ 24, મોરબીમાં 13, અમરેલીમાં 11 અને પોરબંદરમાં 4 લોકોના કોરોનાથી મોત થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -