Surat | |||
Date | Case | Discharge | death |
10-08-2020 | 236 | 260 | 8 |
09-08-2020 | 222 | 589 | 9 |
08-08-2020 | 226 | 549 | 10 |
07-08-2020 | 231 | 368 | 10 |
06-08-2020 | 238 | 287 | 9 |
Total | 1153 | 2053 | 46 |
Ahmedabad | |||
Date | Case | Discharge | death |
10-08-2020 | 144 | 113 | 4 |
09-08-2020 | 153 | 106 | 3 |
08-08-2020 | 158 | 121 | 5 |
07-08-2020 | 151 | 120 | 3 |
06-08-2020 | 153 | 117 | 5 |
Total | 759 | 577 | 20 |
કોરોના મુદ્દે અમદાવાદ માટે માઠા સમાચારઃ દૈનિક કેસો સુરત કરતા ઓછા હોવા છતાં કેમ વધી રહ્યું છે સંક્રમણ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Aug 2020 10:45 AM (IST)
દૈનિક કેસો ઘટી રહ્યા હોવા છતા કોરોનાના એક્ટિવ કેસો અમદાવાદ શહેર અને જિલ્લામાં સતત વધી રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસો 3793 થઈ ગયા છે.
NEXT
PREV
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. તેમજ દૈનિક કેસો છેલ્લા કેટલાય દિવસોથી હજારને પાર થઈ ગયા છે. અમદાવાદમાં કોરોનાના કેસો કંટ્રોલમાં આવ્યા છતાં સ્થિતિ ફરીથી ગંભીર બની રહી છે. વાત એવી છે કે, દૈનિક કેસો ઘટી રહ્યા હોવા છતા કોરોનાના એક્ટિવ કેસો અમદાવાદ શહેર અને જિલ્લામાં સતત વધી રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસો 3793 થઈ ગયા છે.
અમદાવાદમાં કોરોના કંટ્રોલમાં આવ્યા પછી શહેરમાં કોરોનાના કેસો 3 હજારની અંદર જતા રહ્યા હતા અને અમદાવાદ જિલ્લો કોરોનાના એક્ટિવ કેસો મામલે બીજા નંબરે હતો, જ્યારે સુરત પહેલા નંબરે હતો. જોકે, સુરતમાં કોરોનાનો રીકવરી રેટ વધતાં તેમજ છેલ્લા પાંચ દિવસમાં 900થી વધુ એક્ટિવ કેસો ઘટતા સુરતમાં સ્થિતિ કાબૂમાં આવી ગઈ છે અને સુરત એક્ટિવ કેસોની બાબતમાં બીજા નંબરે આવી ગયો છે.
તેની સામે હવે અમદાવાદ એક્ટિવ કેસોની બાબતમાં નંબર વન થઈ ગયું છે. દૈનિક કેસો તો અમદાવાદમાં કંટ્રોલમાં છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદમાં નવા આવનારા કેસો કરતા રિકવર થનારા દર્દીઓની સંખ્યા ઘટતા એક્ટિવ કેસો વધી રહ્યા છે. અમદાવાદ શહેરમાં જ 3293 એક્ટિવ કેસો થઈ ગયા છે. જે સુરત જિલ્લા કરતાં પણ વધુ છે.
સુરતમાં છેલ્લા પાંચ દિવસમાં 1153 કેસો નોંધાયા છે. જેની સામે અમદાવાદમાં 759 કેસો નોંધાયા છે. એટલે કે સુરત કરતાં અમદાવાદમાં 394 કેસો ઓછા નોંધાયા છે. જોકે, સુરતમાં છેલ્લા પાંચ દિવસમાં 2053 લોકો સ્વસ્થ થયા છે. જ્યારે અમદાવાદમાં 577 લોકો સ્વસ્થ થયા છે. આમ, છેલ્લા પાંચ દિવસમાં અમદાવાદમાં સુરત કરતાં 1476 લોકો ઓછા રિકવર થયા છે. જેને કારણે એક્ટિવ કેસોમાં મોટો ફરક પડી ગયો છે. સુરતમાં છેલ્લા પાંચ દિવસમાં દિવસમાં 946 એક્ટિવ કેસો ઘટ્યા છે. તેની સામે અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસમાં 162 એક્ટિવ કેસો વધ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -