અમદાવાદઃ કોરોનાની સામે હવે ડોકટરો માટે માથાનો દુખાવો બનતો નવો રોગ સામે આવી રહ્યો છે, જેનુ નામ મ્યુકર માઈકોસીસ ફંગલ છે. આ ફંગલ ઈન્ફેકશન આમતો રેર છે. એટલેકે ૫ હજાર લોકોમાં ક્યાંક કોઈ આ ફંગલ ઈન્ફેકશનનો ભોગ બનાતા હોય છે, પણ હવે આ પરિસ્થિતિ કાઈ અલગ જોવા મળે છે. કોરોનાની સાથે ડાયાબીટસ અને બીપી હોય તેવા દર્દીને તરત આ ફંગલ પોતાની ઝપેટમાં લે છે. છેલ્લા એક મહિનામાં જ ૧૫ કેસ સામે આવ્યા છે અને આનો ડેથરોલ ૫૦ ટકા થઈ ગયો છે.


આ ફંગલની ઘાતક વાત એ છે કે આ આંખની નીચે જ્યાં સરદી ભરાતા હોય છે જેને મેડિકલ ભાષામાં સાઈનસ કહેવામાં આવે છે ત્યાંથી આની શરૂઆત થાય છે અને જોત જોતામાં આ ફંગલ દર્દી માટે એટલુ ઘતાક સાબિત થાય છે કે તેની આંખ નિકાળી દેવી પડે છે, આટલુ જ નહિં આ ફંગલ ધીમે ધીમે મગજ સુધી પહોચે છે અને પછી તરત માણસને ખતમ કરી છે.

ડોકટરર્સનુ કહેવુ છે કે આ ફંગલ એટલો માટે થાય છે કે કોરોમાં લોકોને સ્ટીરોઈડ આપવામાં આવે છે. બીજી બાજુ કોરોનાના કારણે દર્દીની રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થવા લાગે છે ને તરત જ આ ફંગલ તેના પર હાવી થઈ જાય છે અને ધીરે ધીરે તે દર્દીના શરીરની અંદર ગ્રોવ થવા લાગે છે અને હાડકા ખાવાનુ ચાલુ કરી દે છે. આમ ડોકટરનુ માનવુ છે કે આ ફંગલ જ્યારે કોરોના હોતો નથી ત્યારે તેને શરીરમાં ગ્રોવ થતા ૧ મહિનાથી વધારોનો સમય લાગી જતો હતો, પણ હવે આ શરીરમાં ૧ કે ૨ દિવસમાં જ એટલુ જલદી સ્પ્રેડ થાય છે અને લગભગ ૧૦ દિવસની અંદર દર્દી મોતને ભેટે છે.

મહત્વની બાબત એ પણ છે કે હજી ધણા ખરા ડોકટર આ ફંગલ ઓળખી પણ નથી શકતા અને તેની સારવાર પણ નથી કરી શકતા એટલે હવે એમ કહી શકાય કે કોરોના અને મ્યુકર માઈકોશીસ બંને લોકો માટે શત્રુ બની બેઠા છે. મ્યુકર માઈકોશીસની એક માત્ર ઈન્જેકશન છે જેને એમફોટોરીશીન બી અને આ ઈનજેકશન સળંગ ૪૨ દિવસ લેવા પડે છે અને આની કિમંત પણ એક ઈનજેકશનના ૧૫થી લઈ ૧૮ હજાર રૂપિયા છે એટલે હવે લોકોએ ખરેખર કોરોનાને હળવાશથી લેવાની જરૂર નથી કોરોની સામે સાવચેતી રાખવી એ ખુબ જરૂરી છે.