અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. તેમજ દૈનિક કેસો હજારને પાર થઈ ગયા છે. જોકે, આ બધાની વચ્ચે અમદાવાદ અને સુરત માટે રાહતના સમાચાર એ છે કે, અહીં કોરોનાના એક્ટિવ કેસો ઘટી રહ્યા છે. જોકે, આ બધાની વચ્ચે રાજકોટની ચિંતા વધી રહી છે. કારણ કે, રાજકોટમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે અને હાલ, રાજકોટ ગુજરાતમાં એક્ટિવ કેસોની દ્રષ્ટીએ ત્રીજા નંબરે આવી ગયો છે. હાલ, રાજકોટ જિલ્લામાં કોરોનાના કુલ એક્ટિવ કેસો 1466 થઈ ગયા છે. અમદાવાદ જિલ્લામાં કોરોનાના કુલ એક્ટિવ કેસો 3436 છે, જ્યારે સુરત જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસો 2824 છે. રાજકોટમાં કોરોના સંક્રમણની વાત કરીએ તો છેલ્લા એક જ અઠવાડિયામાં 662 કેસ નોંધાયા છે. જેની સામે 376 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજકોટમાં કુલ 67 લોકોના મોત થયા છે, જેમાંથી ફક્ત ગત એક જ અઠવાડિયામાં 18 લોકોના કોરોનાથી મોત થયા છે. એટલું જ નહીં, છેલ્લા છ દિવસથી તો દૈનિક કેસો 90ને પાર થઈ ગયા છે. એટલું જ નહીં, નવા આવી રહેલા કેસોની સામે રીકવરી રેટ ખૂબ જ ઓછો છે, જેને કારણે એક્ટિવ કેસો ઝડપથી વધી રહ્યા છે. જે પણ ચિંતાની બાબત છે. ગુજરાતમાં લોકડાઉન હટાવ્યા પછી સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધ્યું છે. એક સમયે ગુજરાતમાં કોરોનાના કેસો પીક પર હતા, ત્યારે સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઓછું હતું. એટલું જ નહીં, ગુજરાતમાં ગ્રીન ઝોનમાં સૌરાષ્ટ્રના ચાર જિલ્લા હતા.
Date case discharge death
17-08-2020 92 82 2
16-08-2020 99 64 0
15-08-2020 95 51 1
14-08-2020 99 15 2
13-08-2020 95 16 3
12-08-2020 95 69 6
11-08-2020 87 79 4
Total 662 376 18