અમદાવાદઃ ગુજરાતમાં ગુરૂવાર અને શુક્રવાર એમ બે દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવે હવામાન વિભાગે ત્રણ દિવસ સુઘી વરસાદની આગાહી કરી છે અને 12 ડિસેમ્બર સુધી દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના કિનારાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. સાથે ઠંડી પણ ઘટવાની શક્યતા છે. અરબ સાગરમાં ચક્રવાતની અસરથી આ માવઠું થવાની શક્યતા છે. અલબત્ત ચક્રવાતની અસર ગુજરાતના ભાગોમાં ન થાય અને ચક્રવાત સમુદ્રમાં સમાઈ જાય કે ઓમાન તરફ ફંટાઈ જાય એવી પણ શક્યતા છે. રાજ્યના અનેક ભાગોમાં આજે એટલે ગુરુવાર રાત્રિથી હવામાનમાં પલટો આવશે અને ત્રણ દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે.
દક્ષિણ ગુજરાતમાં 10 ડીસેમ્બરથી 13 ડિસેમ્બર સુધી છૂટાછવાયા વરસાદપી હવામાન વિભાગે આગાહી કરી છે. 10 ડીસેમ્બ બાદ વાતાવરણમાં પલટો જોવા મળશે. ત્યાર બાદ 13 ડીસેમ્બર ને રવિવાર સુધીમાં ગમે ત્યારે આ વિસ્તારમાં માવઠું પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ અને નવસારી-વલસાડમાં જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય-ગુજરાતમાં વરસાદ પડે તેવી વકી છે.