અમદાવાદઃ મેટ્રો ફેઈઝ 2ની કામગીરી પુરજોશમાં શરૂ કરવામાં આવી છે. શાહપુરથી જીવરાજપાર્ક સુધી દોડનાર મેટ્રો રેલનો તબક્કો અંતિમ તબક્કામાં છે. ગત મોડી સાંજે વાસણા વિસ્તારમાં મેટ્રોનો ટ્રાયલ રન યોજવામાં આવ્યો હતો. 30 કિમિ પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, અત્યારે 6 કિ.મી. સુધીનો મેટ્રો રૂટ કાર્યરત છે, જેમાં હવે વધારો થશે. 


અમદાવાદીઓ માટે સારા સમાચારઃ હવે કોર્પોરેશન આ લોકોને આપશે વધુ 10 ટકાની ટેક્સમાં રાહત
અમદાવાદઃ અમદાવાદીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશને રૂફ્ટોપ લગાવનારને ટેકસમાં 10 ટકાની રાહત આપવાનો મોટો નિર્ણય લીધો છે. વીજભાર ઘટાડવા AMC દ્વારા નિર્ણય લેવાયો છે. રૂફટોપ લગવનારને સરકારી સબસીડી ઉપરાંત ટેકસમાં રાહત મળશે. સામાન્ય સભામાં AMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. 


અમેરિકા જવાની લાલચ પડી ભારેઃ યુવતી પાસેથી 2.74 લાખ પડાવી લીધા ને એજન્ટોએ કોલકાત્તામાં ગોંધી રાખી
મહેસાણાઃ અમેરિકા લઈ જવાની લાલચ આપી કોલકત્તામાં ગોંધી રાખવાનો મામલો સામે આવ્યો છે. અમદાવાદના બે અને કોલકત્તાના એક એજન્ટ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. નાની કડી ખાતે રહેતી યુવતીએ ફરિયાદ નોંધાવી છે. નાની કડી ખાતે રહેતી રશ્મિકા પટેલે અપહરણ અને ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. રશ્મિકા પટેલને અપશબ્દો બોલી બળજબરી પૂર્વક 2.74 લાખ પડાવી લેવાયા હતા.


અમેરિકા લઈ જવાના બહાને 36 વર્ષીય યુવતીને દોઢ મહિના સુધી અલગ અલગ જગ્યાએ ગોંધી રાખી હતી. અમદાવાદના સુશીલ રોય, સંતોષ રોય અને કોલકત્તાના કમલ સિંઘાનિયા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. 


બનાવટી પાસપોર્ટને આધારે અમેરિકા મોકલવાના કૌભાંડનો પર્દાફાશ કરાયો છે. બે અલગ અલગ વ્યક્તિને પતિ પત્ની તરીકે દર્શાવીને મોકલવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ક્રાઇમબ્રાંચે બાતમીને આધારે બોગસ પાસપોર્ટની તપાસ કરતા ભાંડો ફુટયો. ત્રણ વર્ષમાં 30 વધુ લોકોને અમેરિકા મોકલાયા. એજન્ટ એક વ્યક્તિ દીઠ રૂપિયા 65 લાખ જેટલી માતબર રકમ લેતા હોવાનું પણ પુછપરછમાં જાણવા મળ્યું છે.


છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં કબૂતરબાજી ના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચને કબૂતરબાજી કરતા ચાર લોકોની ધરપકડ કરી. મહેસાણાના રાજુ પ્રજાપતિ અને શિલ્પા પટેલને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવા માટે ખોટા પાસપોર્ટ તૈયાર કરાયા. જો કે અત્યાર સુધી આ મહેસાણાના પરિવાર પાસેથી સવા કરોડથી દોઢ કરોડ રૂપિયા લીધા હતાં. પતિ પત્ની બનાવીને ખોટા નામ ધારણ કરાવી મેક્સિકોથી અમેરિકા મોકલવાનું કાવતરુ કરવામાં આવ્યું હતું, પરંતુ તે પહેલા ક્રાઇમ બ્રાન્ચની ટીમે હરેશભાઈ અને હાર્દિકને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલતા પહેલા ઝડપી પાડયા. રજત ચાવડા પાસપોર્ટ બનાવવામાં મદદ કરતો હોવાનું સામે આવ્યું છે.