મળતી જાણકારી અનુસાર, આ અગાઉ અમદાવાદમાં આસ્ટોડિયાની 46 વર્ષની એક મહિલાનું કોરોના વાયરસના કારણે મોત થયું હતું. આ મહિલા ડાયાબિટીસથી પીડાતી હતી. મહિલાએ કોઇ વિદેશ પ્રવાસ કર્યો ન હોવાના કારણે તેને સ્થાનિક સ્તરે ચેપ લાગ્યાનું માનવામાં આવી રહ્યુ છે. મહિલાને 26 માર્ચે એસવીપીમાં દાખલ કરવામાં આવી હતી અને બે દિવસમાં જ તેનું મૃત્યુ થયું છે.
મુખ્યમંત્રી રૂપાણીએ તમામ જિલ્લામાં 100 બેડની આઇસોલેશન હોસ્પિટલ બનાવવાનો આદેશ આપ્યો હતો. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, આવનારા સમયમાં રાજ્યમાં આગામી 5 એપ્રિલ સુધી કોરોના પોઝિટીવ કેસની સંખ્યામાં વધારો થાય તેવી શક્યતા છે.