અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની રાજકીય હત્યા કરવાનું કાવતરું છે. કોંગ્રેસના જ નેતાઓ હાર્દિક પટેલની રાજકીય હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે. ગુજરાત યુથ કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ નિખિલ સવાણીએ ચોકવનારું નિવેદન આપ્યું છે. હાર્દિક પટેલને કોંગ્રેસમાં વારંવાર અપમાનિત કરવામાં આવે છે, તેમ નિખિલે કહ્યું હતું. 


નિખિલ સવાણીએ જણાવ્યું હતું કે, કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના ઘરે નેતાઓ જાય છે, પરંતુ હાર્દિકના પિતાના અવસાન બાદ એકપણ નેતા ગયા નથી. હાર્દિક પટેલના પિતાના અવસાન બાદ તેના ઘરે જવાનો કોંગ્રેસના નેતાઓને સમય નથી મળ્યો. રાજ્યપાલને મળવા માટે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ જાય તો પણ હાર્દિકને જાણ નથી કરાતી. ગુજરાત કોંગ્રેસમાં લેવાતા નિર્ણયો અંગે હાર્દિક પટેલને જાણ પણ કરવામાં નથી આવતી. જિલ્લા-તાલુકાના કાર્યક્રમોમાં આમંત્રણ કે તેની જાણ પણ હાર્દિક પટેલને કરાતી નથી.


તેણે જણાવ્યું હતું કે, NSUIથી લઈને પ્રદેશ કોંગ્રેસમાં જુઠબંધી ચાલતી હોવાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસને કેટલાક લોકો પોતાના બાપ- દાદાની જાગીર સમજતા હોવાનો આરોપ લગાવ્યો હતો. ગુજરાત યુથ કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ નિખિલ સવાણીએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યા હતા. યુથ કોંગ્રેસની આંતરિક ચૂંટણી માત્ર ફંડ ભેગું કરવા માટે જ થાય છે. યુથ કોંગ્રેસની ચૂંટણી માટે ફરજી મેમ્બરશીપ કરવામાં આવે છે. દર વખતે મેમ્બરશીપમાં લાખો લોકો જોડાય છે અને ચૂંટણી બાદ હજારો પણ દેખાતા નથી. કોંગ્રેસની જુથબંધીનું કારણ યુથ કોંગ્રેસની આંતરિક ચૂંટણી જ છે. બે દિવસ પહેલાના બનાવમાં મારી સાથે દુર્વ્યવહાર કરનારા સામે પગલાં નથી લેવાયા. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ, નેતા વિપક્ષ, ધારાસભ્યની હાજરીમાં ઘટના ઘટી છતાં કોઈ કાર્યવાહી ન થઈ.


હાર્દિક પટેલની નજીકના કયા યુવા પાટીદાર નેતાને કોંગ્રેસમાંથી કરી દેવાયો સસ્પેન્ડ? જાણો શું કરેલું?



અમદાવાદઃ ગુજરાત યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ નિખિલ સવાણી પ્રેસ કરી રાજીનામું આપે તે પહેલાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. નિખિલ સવાણીને ગુજરાત યુથ કોંગ્રેસના ઇન્ચાર્જે સસ્પેન્ડ કર્યા છે. બે દિવસ પહેલા ગુજરાત યુથ કોંગ્રેસના હોદ્દેદારોમાં મારામારી થઈ હતી.


પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત અને ઉપપ્રમુખ નિખિલ સવાણી વચ્ચે ઝઘડો થયો હતો. નિખિલ સવાણી આવતી કાલે પ્રેસ કરીને આજીનામું આપવાના હતા. નોંધનીય છે કે, નિખિલ સવાણી પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલની સાથે જોડાયેલા હતા. તેમજ હાર્દિક પટેલના નજીકના માનવામાં આવે છે. 


અમદાવાદ કોંગ્રેસ ભાવનમાં યુથ કોંગ્રેસના કાર્યકરોની મારામારીના પડઘા દિલ્હીમાં પડ્યા હતા. મારામારી કરનારા યુથ કોંગ્રેસના 7 લોકોને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. 7 પૈકી ઉપપ્રમુખ નિખિલ સવાણીની યુથ કોંગ્રેસ અને કોંગ્રેસમાંથી હકાલપટ્ટી કરાઈ છે. 


બાકીના 6 લોકોને 24 કલાકમાં ખુલાસો કરવા યુથ કોંગ્રેસના ઇન્ચાર્જ હેમંત ગોગલેએ નોટિસ આપી છે. પ્રવિણ વણેલ, ઉપેન્દ્રસિહ જાડેજા અને અર્નિશ મિશ્રાને નોટિસ આપવામાં આવી છે. કરણસિંહ તોમર, વિશ્વનાથ વાઘેલા અને રાહુલ પરીખને પણ નોટીસ આપી હતી.