Ahmedabad Flower show: ફ્લાવર શોના ફુલોના છોડ લોકો ખરીદી શકશે, જાણો કિંમત અને સ્થળ
Ahmedabad Flower show: દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્લાવર શોના સમાપન બાદ લોકો આ ફુલોના છોડને ખરીદી શકશે. જાણીએ તેના વેચાણનું સ્થળ અને કિંમત

Ahmedabad Flower show: ફ્લાવર શોનું સમાપન થઇ ચૂક્યું છે. હવે આ સુંદર ફુલોને જો આપ આપના ઘરની શોભા બનાવવા માંગતો હો તો તેના રોપાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. દેશ વિદેશના આ કિંમતી છોડને વેચાણ માટે મુકવામાં આવ્યાં છે. આપ સામાન્ય કિંમતે આ કિંમતી છોડને ખરીદી શકો છો. અમદાવાદની પાંચ નર્સરીમાંથી આપ આ ફુલોની ખરીદી કરી શકો છો. ખરીદી માટેનો સમય સવારે 9થી 1 અને બપોરે 2થી 6નો રાખવામાં આવ્યો છે, જો ફુલોના રોપાનું વેચાણ 31 જાન્યુઆરી સુધી થશે, કિંમતની વાત કરીએ તો જો આપ જથ્થાબંધ રોપા લેવા માંગતા હો તો તેની કિંમત 6 રૂપિયાથી 150 સુધીની છે. ઉલ્લેખનિય છે કે, 24 દિવસ ચાલેલા ફ્લાવર શોમાં 13 લાખ લોકોએ મુલાકાત લીધી હતી અને કોર્પોરેશને આ સમયગાળામાં રૂ. 8 કરોડથી વધુની કમાણી કરી છે.
અમદાવાદ કોર્પોરેશનની આ 5 નર્સરીમાંથી આ ફુલોના રોપાની ખરીદી કરી શકો છો. રસાલા નર્સરી લો ગાર્ડન, નિકોલની નર્સરી નિકોલ, સૌરભ નર્સરી નારણપુરા, વિશ્વ નસર્રી ચાંદખેડા, સાયન્સ સિટી નર્સરી.ફ્લાવર શોના છોડની કિંમત દસ રૂપિયાથી માંડીને 1 હજાર સુધીની છે. સેવંતીના ફુલોનો રોપ માત્ર 10 રૂપિયાનો છે. આર્નોમેન્ટલના છોડનો ભાવ 20 રૂપિયા છે. તો પિટુનિયાના છોડનો ભાવ પણ 20 રૂપિયા છે. કેલેન્ચાનો ભાવ 20 રૂપિયા છે.ગ્રીન રોડ છોડની કિંમત 235 રૂપિયા છે. ઉલ્લેખનિ છે કે, ફ્લાવર શો ને વધુ 2 દિવસ લંબાવવામાં આવ્યો હતો. 24 જાન્યુઆરી સુધી ચાલવાનો ફ્લાવર શો હતો કોલ્ડ પ્લે માં અનેક રાજ્યો માંથી અમદાવાદ લોકો આવવાના હતા જેને લઇને મુલાકાત લઇ શકે તેના માટે 2 દિવસ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો
સોમનાથ-ઉના હાઈવે પર ભયાનક અકસ્માત, 3 યુવકોના મોત થયા, પતરા કાપી બહાર કઢાયા
Mahakumbh Stampede: મહાકુંભમાં કેવી રીતે મચી ગઇ નાસભાગ, આ 10 મુદ્દાથી સમજો દુર્ધટના કારણો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
