Ahmedabad News:અમદાવાદમાં એરપોર્ટ પર જો આપ આપનું વાહન પાર્ક કરવા માંગતા હો તો આ નિયમ જાણવો જરૂરી છે. હવે જો આપ કેશમાં પેમેન્ટ કરશો તો વધુ 100 રૂપિયા ચૂકવવા પડશે, વાહન પાર્ક કર્યા બાદ જો કુપન ખોવાય તો દંડ પેટે બીજા 500 રૂપિયા વસૂલાશે. જો કે વાહન પાર્ક કરનાર લોકો આ નિયમનો વિરોધ કરી રહ્યાં છે. આ મુદે જ્યારે એરપોર્ટ ઓથોરિટી સાથે વાત કરવામાં આવી તો તેમણે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનો હેતુ હોવાનો દાવો કર્યો હતો.

Continues below advertisement

ઉલ્લેખનિય છે કે, અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર એરપોર્ટ પર દરરોજ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ મળીને 250 થી વધુ ફ્લાઇટ્સની અવરજવર રહે છે અને દરરોજ 35,000 થી વધુ મુસાફરો આવે છે. મુસાફરોને લેવા-મૂકવા આવતા લોકો સામાન્ય રીતે ડિજિટલ પેમેન્ટ દ્વારા ટુ-વ્હીલર માટે 30 મિનિટના 50 રૂપિયા અને કાર માટે કલાકના 150 રૂપિયા ચૂકવે છે. નવા નિયમ હેઠળ, રોકડમાં પેમેન્ટ કરવાથી ટુ-વ્હીલરનો ચાર્જ વધીને 150 રૂપિયા અને કાર પાર્કિંગનો ચાર્જ 250 રૂપિયા થઈ જશે. શહેરીજનોએ આ નિયમનો વિરોઘ નોંઘાવ્યો છે.

એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જની સાથે અન્ય કડક નિયમો પણ મુસાફરોની મુશ્કેલી વધારી રહ્યા છે. જો કોઈ મુસાફર ભૂલથી પણ પાર્કિંગની કુપન કે ટિકિટ ખોવાય જાય તો  તેની પાસેથી સીધો 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. આ રકમ સ્વાભાવિક રીતે બહુ વધારે છે. આ નિયમથી પરેશાન લોકો આ નિયમને પાછો ખેંચવા માટે માંગ કરી રહ્યાં છે. લોકો સોશિયલ મીડિયા પર અને પ્રત્યક્ષ રીતે આ નિયમને પાછો ખેંચવા માટે અનુરોધ કરી રહ્યાં  છે. લોકોએ આરોપ લગાવ્યો છે કે એરપોર્ટ ઓથોરિટીને માત્ર પૈસા કમાવાવમાં જ રસ છે,  લોકોની સુવિધા વધારવામાં નહિ.                                                                                                                                                  

Continues below advertisement