= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ભારત અને જર્મની નજીકના ભાગીદાર છે - પીએમ મોદી વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ચાન્સેલરનું ભારતમાં સ્વાગત કરવું મારા માટે સુખદ સંજોગ છે. સ્નેહ અને આત્મીયતા સાથે ચાન્સેલર મર્ઝનું ભારતમાં સ્વાગત છે. ભારત- જર્મની વચ્ચે સંબંધોના 25 વર્ષ પૂર્ણ થયા છે. ભારત- જર્મની વચ્ચેના સંબંધો મજબૂત થઈ રહ્યા છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર સર્વોચ્ચ સ્તરે છે. 2 હજારથી વધુ જર્મન કંપનીઓ ભારતમાં છે. ભારત-જર્મની CEO ફોરમમાં જીવંત ઉદાહરણ જોવા મળ્યું હતું. રિન્યુએબલ એનર્જી ક્ષેત્ર સાથે બંને દેશની જરૂરિયાત સમાન છે. બંને દેશો અનેક ક્ષેત્રોમાં નવી ભાગીદારી આગળ વધારી રહી છે. જર્મની સાથે તકનીકી સંબંધો વધુ મજબૂત થયા છે. રમત-ગમત ક્ષેત્રે પણ બંને દેશોએ આગળ વધવા નિર્ણય કર્યો છે.
= liveblogState.currentOffset ? 'center_block hidden' : 'center_block'">
Continues below advertisement
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ભારત અને જર્મની નજીકના ભાગીદાર છે - પીએમ મોદી બંને દેશો વચ્ચેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીએ કહ્યું કે ભારત અને જર્મની નજીકના ભાગીદાર છે. તેથી જ આજે ભારતમાં 2,000 થી વધુ જર્મન કંપનીઓ છે. આ જર્મનીના ભારત પરના અતૂટ વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ભારત અને જર્મની વચ્ચે અનેક કરારો પર હસ્તાક્ષર થયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝની હાજરીમાં ભારત અને જર્મની વચ્ચે અનેક સમજૂતી કરારો (MoU) થયા હતા.
= liveblogState.currentOffset ? 'center_block hidden' : 'center_block'">
Continues below advertisement
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
બંને નેતાઓએ ભારત-જર્મની સીઈઓ ફોરમમાં હાજરી આપી અમદાવાદમાં ભારત-જર્મની સીઈઓ ફોરમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે સીઈઓ સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં મુખ્ય પાંચ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. ગ્રીન હાઈડ્રોજન રોડમેપ અંગે સમજૂતિ થઈ શકે છે. માઈગ્રેશન અને મોબિલિટી પાર્ટનરશીપ અંગે પણ ચર્ચા થઈ શકે છે. બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ અંગે કરાર થઈ શકે છે. શિક્ષણ અને સંશોધન મુદ્દે સમજૂતિ થવાની શક્યતા છે. બેઠકમાં વિદેશ મંત્રી એસ.જયશંકર, NSA અજિત ડોભાલ હાજર રહ્યા હતા. બેઠક બાદ બંને નેતા સંયુક્ત નિવેદન આપશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મહાત્મા મંદિરમાં ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
જર્મનીના ચાન્સેલર અને વડાપ્રધાન મોદીએ પતંગ ચગાવ્યો હતો. = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
PM મોદી અને જર્મનીના ચાન્સેલર પતંગ મહોત્સવમાં પહોંચ્યા = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વડાપ્રધાન મોદીએ ગાંધી આશ્રમ રિ-ડેવલોપમેન્ટ પ્રોજેક્ટની સમીક્ષા કરી જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે ડાયરીમાં સંદેશ લખ્યો હતો. વડાપ્રધાન મોદીએ ગાંધી આશ્રમ રિ-ડેવલોપમેન્ટ પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. PM મોદી કાઈટ ફેસ્ટિવલની શરૂઆત કરાવશે. PM મોદીની સાથે જર્મનીના ચાન્સેલર ઉપસ્થિત રહેશે.
પોળની સંસ્કૃતિ જોઈ જર્મન ચાન્સેલર અભિભૂત થયા હતા. પ્રતિકાત્મક રીતે તૈયાર કરાયેલી પોળના ઓટલા પર બંને નેતા બેઠા હતા. જર્મન ચાન્સેલર સમક્ષ પતંગ કેવી રીતે બને છે તેનો ડેમો રજૂ કરાયો હતો. પતંગ મહોત્સવમાં 50 દેશના 135 આંતરરાષ્ટ્રીય પતંગબાજોએ ભાગ લીધો હતો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સબમરીન સોદાથી ભારતને શું ફાયદો થશે? સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનમાં વધારો થશે. ભારતીય નૌકાદળની તાકાત અને ક્ષમતામાં વધારો થશે. સંરક્ષણ ક્ષેત્રમાં મેક ઇન ઇન્ડિયા મજબૂત બનશે. ભારતને અદ્યતન જર્મન સબમરીન ટેકનોલોજી પ્રાપ્ત થશે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતની વ્યૂહાત્મક સ્થિતિ મજબૂત થશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સબમરીન સોદા પર બધાની નજર કેમ છે? આ મુલાકાતનો સૌથી મોટો એજન્ડા ભારતીય નૌકાદળ માટે છ અત્યાધુનિક સબમરીન ખરીદવાનો પ્રસ્તાવ છે. આ સોદો આશરે 52,500 કરોડ રૂપિયાનો હોવાનું કહેવાય છે. આ કરાર જર્મનીની અગ્રણી સંરક્ષણ કંપની થિસેનક્રુપ મરીન સિસ્ટમ્સ અને ભારતની મઝાગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ વચ્ચે ભાગીદારી તરફ દોરી શકે છે. આ સોદો ભારતની દરિયાઈ શક્તિને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
જાણો સંપૂર્ણ કાર્યક્રમ 9:30 AM - વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ સાબરમતી આશ્રમની મુલાકાતે
10:00 AM - સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગીદારી
11:15 AM - ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય બેઠકો
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Modi-Merz Meet LIVE Updates: પીએમ મોદી અને જર્મન ચાન્સેલર મેર્ઝની મુલાકાત જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ ભારતની બે દિવસીય મુલાકાતે અમદાવાદ પહોંચ્યા છે. ચાન્સેલર મેર્ઝ 12-13 જાન્યુઆરી, 2026 દરમિયાન વડાપ્રધાન મોદીના આમંત્રણ પર ભારતની સત્તાવાર મુલાકાતે છે. આ તેમની ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત હશે.