Gujarat Assembly Election 2022: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી પહોંચ્યા છે. ગુજરાતમાં પહોંચતા જ પીએમ મોદી તેના માતા હીરાબાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે ગઈકાલે, બીજા તબક્કાનું મતદાન છે. જેમાં મતદાન કરવા માટે પીએમ મોદી ગુજરાત આવ્યા છે. પીએમ મોદી આવતી કાલે અમદાવાદના રાણીપમાં મતદાન કરશે. પીએમ મોદી માતાના આશિર્વાદ લીધા બાદ કમલમમાં જઈ શકે છે.
તો બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પ્રદેશ ભાજપના પ્રમુખ સીઆર પાટીલ કમલમ પહોંચ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડીવારમાં કમલમ પહોંચે તેવી શક્યતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાર્યકર્તાઓ અને અધિકારીઓ સાથે બેઠક કરી શકે છે.
જે હાર્દિક સમાજનો ન થયો એ શું વિરમગામનો થશે ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું આવતીકાલે મતદાન યોજાશે. અમદાવાદ સહિત સહિત 14 જિલ્લાની 93 બેઠક માટે મતદાન થશે. મતદાનની ગણતરીના કલાકો પહેલાં વિરમગામથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલની મુશ્કેલી વધી છે. વિરમગામમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના નામ હેઠળ બેનરો લાગ્યા છે. જેમાં હાર્દિક પટેલનો વિરોધ કરતાં સૂત્રો લખવામાં આવ્યા છે. બેનર્સમાં જે હાર્દિક સમાજનો ન થયો એ શું વિરમગામનો થશે ખરો ?, શહીદોને ન્યાય નહીં ત્યાં સુધી હાર્દિકને મત નહીં, હાર્દિક જાય છે, 13 પાટીદારોનો હત્યારો જનરલ ડાયર કોણ છે ? હાર્દિક જાહેર કરે જેવા બેનરો લાગ્યો છે.
વિરમગામમાં કોની કોની વચ્ચે છે ચૂંટણી જંગ
વિરમગામમાં ભાજપના હાર્દિક પટેલ, કોંગ્રેસના લાખાભાઈ ભરવાડ અને આમ આદમી પાર્ટીના અમરસિંહ ઠાકોર વચ્ચે મુકાબલો છે.
બીજા તબક્કાના મતદાન પહેલા પેટ્રોલ પંપ એસોસિએશનની મોટી જાહેરાત
અમદાવાદ સહિત 14 જિલ્લાની 93 બેઠક માટે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં થયેલા ઓછા મતદાનના કારણે બીજા તબક્કાના મતદાન પહેલા પેટ્રોલપંપ એસોસિએશન દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ મતદાનનું ચિહ્ન બતાવનારા મતદારોને એક લીટર પર એક રૂપિયા ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે. વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે એસોસિએશન દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે.
ભાજપના કાર્યકરોએ માર માર્યાનો ઠક્કરબાપાનગરના AAPના ઉમેદવારનો દાવો
અમદાવાદના ઠક્કરબાપા નગર વિધાનસભા બેઠક પર બીજેપી અને આમ આદમી પાર્ટી વચ્ચે બબાલ થઇ હતી. મળતી જાણકારી અનુસાર, આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજય મોરીએ દાવો કર્યો હતો કે ઠક્કરબાપાનગરમાં ભાજપના કાર્યકરોએ તેને માર માર્યો હતો. ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે છતાં ભાજપના કાર્યકર્તા પ્રચાર કરી રહ્યા હતા જેથી તેમને અટકાવતા હુમલો કર્યાનો સંજય મોરીએ આરોપ લગાવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી