PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે સતત બીજા દિવસે ગુજરાતની મુલાકાતે આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે બપોરે 2 વાગે ગુજરાતમાં આગમન થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરપોર્ટથી સીધા રાજભવન જશે. ગાંધીનગર રાજભવન પર રોકાણ બાદ સાંજે ૪ વાગે ગીફ્ટ સીટી ખાતે કાર્યક્રમમાં  હાજર રહેશે. આ અવસરે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમન, કેન્દ્રીય મંત્રી પંકજ ચૌધરી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા નાણા મંત્રી કનુ દેસાઈ પણ ઉપસ્થિત રહેશે.


 



પીએમ મોદીના આગામી કાર્યક્રમ અંગે વાત કરીએ તો, ગીફ્ટ સીટી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય બુલીયન એક્સચેંજની શરૂઆત કરાવશે. પ્રધાનમંત્રી દેશના પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસિસ સેંટરની મુલાકાત લેશે. ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસિસ સેંટર ઓથોરીટીના ઇમારતનું શિલાન્યાસ કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં મહત્વની જાહેરાત કરવામાં આવશે. સ્વીડન, લક્ઝમબર્ગ, કતાર અને સિંગાપોરની રેગ્યુલેટર ઓથોરીટી સાથે IFSCA દ્વારા સમજૂતી કરાર થશે. ન્યૂ ડેવલપમેન્ટ બેંક દ્વારા ભારતીય પ્રાદેશિક કાર્યાલયની સ્થાપના કરાશે


આ ઉપરાંત IFSCAના નિયમનકારી સેંડબોક્સ હેઠળની ચાર કંપનીઓ દ્વારા ITFS પ્લેટફોર્મના સંચાલન વિશે જાહેરાત કરાશે. GIFT IFSCમાં ફિનટેક એન્ટિટીઝ માટે IFSCAના માળખા હેઠળ પાંચ ફિનટેક કંપનીઓનું ઉદ્ઘાટન થશે. ફિનટેક અને સ્પેસટેક થકી કામગીરી કરવા માટે કેન્દ્ર સરકારના સ્પેસ વિભાગ સાથે પણ MOU કરવામાં આવશે.  ઈન્ટરનેશનલ સસ્ટેનેબિલિટી પ્લેટફોર્મની શરૂઆત કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી NSE IFSC-SGX કનેક્ટનુ લોંચિંગ પણ કરશે.


ફ્ટ સિટીમાં ઈન્ટરનેશનલ બુલિયન એકસચેન્જનું લોકાર્પણ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગિફ્ટ-IFSCની મુલાકાત લઈને ઇન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનું લોકાર્પણ કરશે. જેમાં દેશભરના પ્રતિષ્ઠિત મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. IFSCAનો હેતુ બુલિયન ઈકોસિસ્ટમ વિકસાવવાનો છે. જેનાથી ભારતને આંતરરાષ્ટ્રીય બજારોમાં ભાવ પ્રભાવક અને પ્રાઈઝ સેંટર તરીકેની ઓળખ પ્રાપ્ત થશે. ગોલ્ડ એક્સચેન્જ આવ્યા બાદ સોનાનો વેપાર સ્ટોકની જેમ શરૂ થશે. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દેશના પ્રથમ બુલિયન એક્સચેન્જનો પ્રારંભ થશે. આ બુલિયન એક્સચેન્જમાં પાંચ ગ્રામથી એક કિલોગ્રામ સુધીના સોનાનું ટ્રેડિંગ થશે. આ બુલિયન એક્સચેન્જમાં 56થી વધુ ક્વોલિફાઈડ જ્વેલર્સ IIBXથી ટ્રેડિંગ કરી શકાશે.


એટલુ જ નહીં ડોલરમાં પણ સોનાની ખરીદી કરી શકાશે. બુલિયન એક્સચેન્જમાં શરૂઆતના તબક્કામાં રોજના 50 હજાર કરોડથી વધુનું સોના-ચાંદીનું ટ્રેડિંગ થશે. બુલિયન એક્સચેન્જમાંથી સોનાની આયાત પણ કરી શકાશે. જો કે સોનાની નિકાસ થઈ શકશે નહી. દેશમાં જે પણ સોનું આયાત કરાશે તે આ જ એક્સચેંજ હેઠળ આવશે. આગામી વર્ષોમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જથી 200થી 250 ટન સોનાની આયાત થવાનો અંદાજ છે. ગોલ્ડ એક્સચેન્જ આવ્યા બાદ સોનાનો વેપાર સ્ટોકની જેમ શરૂ થશે.