Nupur Sharma case: અમદાવાદના જુહાપુરામાં નૂપુર શર્મા નિવેદનનો વિરોધ કરવા ટોળું એકત્રિત થયું હતું. ભારત પાન પાર્લર પાસે ટોળું એકત્રિત પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. શાંતિ ભંગ ન થાય તેના માટે પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી પોલીસ અને એજન્સી ખડકી દેવામાં આવી છે. હાલમાં રેલી કાઢવાનો પ્રયાસ કરનાર 30 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. જુહાપુરામાં હાલ શાંતિપૂર્ણ માહોલ છતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. નોંધનિય છે કે આ પહેલા પણ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં નૂપુર શર્માનો વિરોધ કરવામાં આવ્યો હતો.


બનાસકાંઠા: નૂપુર શર્મા સામે અભદ્ર ટિપ્પણી કરનાર કર્મચારીને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો
Nupur Sharma case: ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા દ્વારા મહમ્મદ પયગંબર વિશે કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણી બાદ દેશના અનેક ભાગોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ હિંસક પ્રવૃત્તિ કરતા લોકો પર પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન થયા હતા. મળતી માહિતી પ્રમાણે ખાનગી નોકરી કરતા પાલનપુરના યુવકને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો છે. આ યુવકે નૂપુર શર્મા સામે અભદ્ર ટિપ્પણી કરતા ફરજમુક્ત કરાયો છે. સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરતા સંસ્થાએ યુવક સામે પગલા લીધા છે. ઇરફાન શેખ નામના ઈસમે અભદ્ર ટિપ્પણી કરી હતી.


આ ઉપરાંત રાજકોટમાં નૂપુર શર્મા એરેસ્ટના પોસ્ટર લાગ્યા છે. રામનાથ પરા વિસ્તારમાં પોસ્ટર લાગતા રાજકારણ ગરમાયું છે. આઝાદ ચોક વિસ્તારમાં રોડ પર પણ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પોસ્ટરને લઈને પોલીસ એક્ટિવ થઈ છે. કોઈ અણબનાવ બને તે પહેલા જ પોલીસ સક્રિય થઈ છે.


યુપી ઔર ઝારખંડ જેસા કરના હૈ, વીડિયો વાયરલ થતા જ સુરત પોલીસે 3 લોકોની કરી ધરપકડ


Nupur Sharma case:: દેશભરમાં થઈ રહેલા નૂપુર શર્માના વિરોધના પડઘા હવે ગુજરાતમાં પણ પડ્યા છે. સુરતના અઠવા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ છે. સુરતમાં નૂપુર શર્માના વિરોધમા પોસ્ટર લગાવતા તેમની ધરપકડ કરવામાં આવી છે. નાનપુરાના કાદરશાની નાળમાં બુટના પ્રિન્ટ વાળા ફોટા લગાવ્યા હતાં. આ ઉપરાંત ફોટાનો વીડિયો બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ પણ કર્યો હતો. વીડિયોમાં મેસેજ હતો કે યુપી ઔર ઝારખંડ જેસા કરના હૈ. તૌફિક અને સદ્દામ નામક ઇસમે આ પોસ્ટર્સ લગાવ્યા હતા. જ્યારે નાનપુરાની પ્રિન્ટીંગ પ્રેસમાં ઇમરાન પઠાણ નામના વ્યક્તિએ આ પોસ્ટર છાપ્યા હોવાની વાત સામે આવી છે. પોલીસે ઇમરાન, તૌફિક શૈખ અને સદ્દામ સૈયદની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.