અમદાવાદ:  અમદાવાદમાં વાસી ઉત્તરાયણના દિવસે હાઈ પ્રોફાઈલ દારુની પાર્ટી પર પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે રેડ કરી  4 યુવતીઓ અને 12 યુવકો સહિત કુલ 16 લોકોની અટકાયત કરી  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના પંચવટી વિસ્તારમાં આવેલી સેનેટ્રીયન વિસ્ટામાં પોલીસે દરોડો પાડી તમામને ઝડપી લીધા હતા. 

અમદાવાદમાં શરાબ,  શબાબ અને હુક્કા પાર્ટી

અમદાવાદ શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં શરાબ,  શબાબ અને હુક્કા પાર્ટી પકડાઈ છે.  સેનેટ્રીયન વિસ્ટામાં સુઆયોજિત પાર્ટીમાં પોલીસે  દરોડા પાડ્યા હતા.  યુવક,યુવતીઓ અને વેઈટર સાથે કુલ 16 લોકોની હાલ અટકાયત કરવામાં આવી છે.  વાસી ઉત્તરાયણમાં પાર્ટીના સુઆયોજિત પ્લાનમાં હાઇપ્રોફાઈલ બાઇટીંગની પણ વ્યવસ્થા કરાઈ હતી. મસાલા ખારેક, સ્ટફ મીની ટામેટા સાથે બાઇટિંગ પણ પીરસવાનું આયોજન  હતું. 

Continues below advertisement

Continues below advertisement

પોલીસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી

ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સેનેટ્રીયન વિસ્ટામાં ગુલબાઈ ટેકરા ખાતે ઉતરાયણના તહેવાર નિમિત્તે એક ગેટ ટુ ગેધરનું આયોજન કરેલ હોય જેમાં ગેરકાદેસર રીતે દારૂ પણ પીરસનાર હોવાની બાતમી આધારે પોલીસે ધાબા પર રેડ કરી હતી. ફ્લેટના ધાબા પર કુલ-16 ઇસમો મળી આવ્યા હતા. તેમજ કેટલીક દારૂની બોટલો પણ મળી આવી હતી. તમામની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ ચાલુ છે. 

ટેરેસ પર યોજવામાં આવેલી આ હાઈ પ્રોફાઈલ દારુ પાર્ટીમાં દારૂની સાથે-સાથે ખાણીપીણી અને હુક્કાની પણ ખાસ  વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીં ખારેક, લીચી, એલચી, કાચી કેરી, બિસ્કિટ સહિત વિવિધ પ્રકારની વાનગીઓ માટે અલગ-અલગ કાઉન્ટરો ગોઠવવામાં આવ્યા હતા. સાથે સાથે ઊંચા ભાવની દારૂની બોટલો અને વિવિધ ફ્લેવરના હુક્કા પણ ઉપલબ્ધ હોવાનું સામે આવ્યું છે.